
આગાવાડા મુખ્ય પ્રાથમિક શાળામાં તા.26.12.2025ને શુક્રવારના રોજ શાળાના આચાર્ય ચંદુભાઈ આર. ભાભોરના વિશેષ માર્ગદર્શન હેઠળ વીર બાલ દિવસની ઉજવણી કરવામાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના માર્ગદર્શક શિક્ષકો દ્વારા આ વિશેષ દિન વિશે માહિતગાર કરી બાળકો દ્વારા નિબંધ લેખન સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બદલ સૌ ભાગ લેનાર બાળકોને શાળાના આચાર્યએ ખૂબ પ્રોત્સાહિત કર્યા અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ઊર્જાવાન કર્યા.