છોટાઉદેપુર તાલુકા પંચાયતની ૨૬ બેઠકોમાંથી ભાજપ અને આમ આદમી પાર્ટીના ૧૩ સભ્યો ચુંટાયા હતા. સરખા સંખ્યાબળ વચ્ચે તા.૨૩/૦૫/૨૬ ના રોજ પાલિટેક્નિક કોલેજ કેમ્પસમાં જુની તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ-ઉપપ્રમુખની વરણી માટે સામાન્ય સભા મળી હતી.
સવારે આમ આદમી પાર્ટીના ૧૩ સભ્યો પોલીસ બંદોબસ્ત વચ્ચે પગપાળા કચેરી તરફ જઈ રહ્યા હતા. ત્યારે ગેટ પાસે ત્રણ સભ્યોને બુકાનીધારી શખ્સો ગાડીમાં બેસાડી લઈ ગયા હોવાનો આક્ષેપ છે. આ ધટનાથી અફરાતફરી મચી જવા ૫ામી હતી. અને મહિલા સભ્યો સહિતના સભ્યો સુરક્ષા માટે મુખ્ય ગેટ તરફ દોી ગયા હતા. સુરક્ષાની ખાતરી ન મળતા આપના સભ્યો મતદાનમાં ગેરહાજર રહ્યા હતા. જયારે ભાજપના સભ્યોની હાજરીમાં વરણી પ્રક્રિયા ૫ુર્ણ કરાઈ હોવાનો આક્ષેપ છે. કચેરી બંધ મળતા સભ્યોએ દિવાલ પર લેખિત વાંધો ચોંટાડી વિરોધ નોંધાયો હતો. ચુંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા સામે આપના સભ્યોએ વિકાસ કમિશનર સમક્ષ ફરિયાદ કરી હતી. અગાઉ તા.૨૯/૧૦/૨૬ ની સુનાવણી મુલતવી રહ્યા બાદ તા.૧૯/૧૧/૨૬ ના રોજ સુનાવણી યોજાઈ હતી. જેમાં આપના ૧૩ સભ્યોએ રજુઆતો અને પુરાવા આપ્યા, ભાજપના સભ્યોના જવાબ લેવાયા તથા તાલુકા વિકાસ અધિકારી અને સંબંધિત અધિકારીઓ પાસેથી અહેવાલ મંગાવવામાં આવ્યા હતા.