ગોધરા શહેરના ખંખારીયા પ્લોટ વિસ્તારમાં ઝકરીયા મસ્જિદ પાછળ રહેતા ૩૪ વર્ષિય આરીફ અબ્દુલ રઝઝાક સમોલ સાંજના સુમારે ખંખારીયા પ્લોટ વિસ્તારમાં આવેલ અશરફી મસ્જિદના ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન સાતપુલ મોહંમદી મસ્જિદ બાજુ રહેતો તસ્લીમ અબ્દુલ રઝઝાક વાલા ઉર્ફે બંડા તથા ઉ.ફાક અબ્દુલ રઝઝાક વાલા ઉર્ફે બંડાએ તેમની બાઈક રોકી હતી. બંને ઈસમોએ અગાઉના જુના ઝધડા બાબતે થયેલા કેસની અદાવત રાખી આરીફને કહ્યુ હતુ કે, તમે કેસ પાછો ખેંચી લો…અને તે કેસમાં થયેલો ખર્ચ પણ તુ આપી દે…તેમ કહી ગાળો બોલતચા આરીફે ગાળો બોલવાની ના પાડતા જ બંને ઉશ્કેરાઈ જઈ માર મારવા લાગ્યા હતા. તે જ સમયે સુફીયાન કાસમ ગોરા ઉર્ફે દુર્ગા તથા બિલાલ મોહંમદ હનીફ દુરવેશ ઉર્ફે સેપ્ટએ પણ ત્યાં આવી આરીફને માર માર જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે આરીફભાઈની ફરિયાદના આધારે ગોધરા શહેર બી-ડીવઝન પોલીસ મથકે ચારેય ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પામી હતી.