વડાપ્રધાન મોદી ફરી ગુજરાતની મુલાકાતે, આધુનિક પશુ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી મોદી ૩૦-૩૧ ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ બનાસકાંઠાના ભીલડીમાં આધુનિક પશુ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ કરવાના છે.

મોદી ૩૦ ઓક્ટોબરે બનાસકાંઠાના ભીલડીમાં આધુનિક પશુ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ કરવાના છે. આ આધુનિક પશુ સંવર્ધન કેન્દ્ર ૩૨૫ કરોડના ખર્ચે તૈયાર કરાયું છે.

પ્રધાનમંત્રી મોદીની મુલાકાતને લઈ તૈયારીઓ તેજ કરવામાં આવી છે. તેના ભાગરુપે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને કૃષિમંત્રી જીતુ વાઘાણી ભીલડી પહોંચ્યાં હતા. તેમની સાથે શંકર ચૌધરી,પ્રવીણ માળી અને સ્વરૂપજી ઠાકોર પણ ભીલડી પહોંચ્યા હતા.

૩૧ ઓક્ટોબરે તેઓ કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાનારી ‘એકતા પરેડ’ અને અન્ય કાર્યક્રમોમાં હાજરી આપશે.