
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો સતત આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવી રહ્યો છે. ભારતનું સંગીત, નૃત્ય, સિનેમા અને ભોજન વિશ્વભરના વિવિધ દેશોના લોકોને જોડે છે. તેમણે “ગ્રેટર ઇન્ડીયાઃ ઇન્ડીયાઝ કલ્ચરલ રિલેશન્સ અરાઉન્ડ ધ વર્લ્ડ” વિષય પર એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં મોકલેલા લેખિત સંદેશમાં આ નિવેદન આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત સરકાર ઐતિહાસિક સ્મારકોના સંરક્ષણ સુધી મર્યાદિત નથી, પરંતુ દેશની પ્રાચીન હસ્તપ્રતોને જાળવવા માટે પણ પ્રયાસો કરી રહી છે. જ્ઞાન ભારતમ પહેલ હેઠળ કાર્ય ચાલી રહ્યું છે. આ પહેલનો હેતુ ભારતના હસ્તપ્રત વારસાને જાળવવાનો છે. વડા પ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે અન્ય દેશોમાંથી ભારતના પ્રાચીન વારસાને પાછો લાવવાના પ્રયાસોને નવી ગતિ મળી છે.
આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ૧૪ થી ૧૬ ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ રહી છે. તેનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય હેઠળના ઇન્દીરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કોન્ફરન્સ ભારતના સાંસ્કૃતિક વારસા અને દેશના અન્ય સમાજા અને સભ્યતાઓ સાથેના તેના સંબંધોની ચર્ચા કરી રહી છે. ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત પણ હાજર હતા. કેન્દ્રીય સંસ્કૃતિ સચિવ વિવેક અગ્રવાલે પ્રધાનમંત્રીનો લેખિત સંદેશ વાંચ્યો.