
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ છ રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂક અને ફેરબદલની જાહેરાત કરી છે. આ યાદી અનુસાર, ઓમ પ્રકાશ માથુરને કેરળના રાજ્યપાલ, રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને તમિલનાડુના રાજ્યપાલ અને દુષ્યંત ગૌતમને સિક્કિમના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઓડિશા, કર્ણાટક અને ઉત્તરાખંડ માટે પણ નવા રાજ્યપાલોના નામ આપવામાં આવ્યા છે.
સિક્કિમના વર્તમાન રાજ્યપાલ, ઓમ પ્રકાશ માથુરને કેરળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને તમિલનાડુના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
બ્રજ મોહન રામને ઓડિશાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ડા. સુધા યાદવને કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ડા. ધલ સિંહ બિસેનને ઉત્તરાખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
દુષ્યંત ગૌતમને સિક્કિમના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર (તમિલનાડુ)ઃ આર્લેકર માર્ચ મહિનાથી ભારતીય રાજ્ય તમિલનાડુના રાજ્યપાલનો વધારાનો હવાલો સંભાળી રહ્યા હતા. આર.એન. રવિને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બાદ તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી. નવા આદેશ હેઠળ, તેમને હવે તમિલનાડુના પૂર્ણ-સમયના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગોવા વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર આર્લેકર હિમાચલ પ્રદેશ અને બિહારના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી ચુક્યા છે.ઓમ પ્રકાશ માથુર (કેરળ: આર્લેકરના સ્થાને ઓમ પ્રકાશ માથુરને કેરળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ભાજપના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ છે. તેમણે જુલાઈ ૨૦૨૪ માં સિક્કિમના રાજ્યપાલનું પદ સંભાળ્યું.
બ્રિજ મોહન રામ (ઓડિશા: પલામુના ભૂતપૂર્વ લોકસભા સાંસદ બ્રિજ મોહન રામને ઓડિશાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હરિ બાબુ કંભમપતિનું સ્થાન લેશે.
ડો. સુધા યાદવ (કર્ણાટક:મહેન્દ્રગઢના ભૂતપૂર્વ ભાજપ સાંસદ અને રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના ભૂતપૂર્વ સભ્ય સુધા યાદવ કર્ણાટકના નવા રાજ્યપાલ બનશે. તેઓ થાવરચંદ ગેહલોતનું સ્થાન લેશે. સુધા યાદવ કર્ણાટકના બીજા મહિલા રાજ્યપાલ બનશે. તેમના પહેલા, વી.એસ. રમાદેવી ૧૯૯૯ થી ૨૦૦૨ સુધી આ પદ સંભાળી ચુક્યા છે.ધલ સિંહ બિસેન (ઉત્તરાખંડ)ઃ મધ્યપ્રદેશના બાલાઘાટના ભૂતપૂર્વ લોકસભા સાંસદ ધલ સિંહ બિસેનને ઉત્તરાખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહનું સ્થાન લેશે.દુષ્યંત ગૌતમ (સિક્કિમ: ભાજપના ભૂતપૂર્વ રાષ્ટÙીય મહાસચિવ અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ દુષ્યંત ગૌતમને સિક્કિમના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ઓમ પ્રકાશ માથુરનું સ્થાન લેશે.