ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકા સહિત ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન

ગાંધીનગર મહાનગરપાલિકામાટે ગુજરાતમાં આજે મતદાન પ્રક્રિયા થઈ હતી મતદાન સવારે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે યોજાઇ હતી ગાંધીનગર મહાનગરપાલિકા ઉપરાંત ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણી તેમજ રાજ્યભરની વિવિધ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ખાલી બેઠકો પર પેટાચૂંટણી માટે પણ આજે મતદાન થયું છે

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૧૧ વોર્ડની તમામ ૪૪ બેઠકો માટે મતદાન થયું છે આ ૪૪ બેઠકો માટે કુલ ૧૩૦ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતાં જેમનું ભાવી મતદારોએ મતદારોએ ઇવીએમ મશીનમાં સીલ કર્યું છે ગાંધીનગરમાં મુખ્ય મુકાબલો સત્તાધારી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે છે. ગાંધીનગરમાં અગાઉ ઓક્ટોબર ૨૦૨૧માં યોજાયેલી મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભાજપે કુલ ૪૪માંથી ૪૧ બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસને ૨ બેઠકો અને આમ આદમી પાર્ટીને ૧ બેઠક મળી હતી.

ગાંધીનગર ઉપરાંત ઓખા નગરપાલિકાના કુલ ૯ વોર્ડમાં ૩૬ બેઠકોમાંથી ૩૨ બેઠકો માટે મતદાન થયું છે ઓખા નગરપાલિકાની આ ચૂંટણીમાં કુલ ૭૫ ઉમેદવારો પોતાનું નસીબ મતદારોએ નક્કી કરી લીધુ છે

ગુજરાતના અન્ય કેટલાક સ્થાનિક સ્વરાજ્ય વિસ્તારોમાં પણ પેટાચૂંટણી યોજાઈ છે. ખેરાલુ, છોટા ઉદેપુર અને બાયડ નગરપાલિકાની એક-એક બેઠક માટે મતદાન થયું છે. આ ઉપરાંત વિવિધ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ખાલી પડેલી બેઠકો પર પણ પેટાચૂંટણી યોજાઈ આ ચૂંટણીમાં સ્થાનિક સ્તરે રાજકીય પક્ષોની સ્થિતિ અને સંગઠનાત્મક શક્તિની પણ કસોટી થશે. ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ ૧૩ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરી બાદ ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકા સહિત અન્ય સ્થાનિક સંસ્થાઓમાં કયા ઉમેદવારોનો વિજય થયો તે સ્પષ્ટ થશે.-