
ખેલ મહાકુંભ 2026-27 અંતર્ગત તાલુકા લેવલની ચેસ સ્પર્ધા રિફાઈ પબ્લિક સ્કૂલ બોરુ ખાતે યોજાઇ હતી. જેમાં વિવિધ વય જૂથના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નવરચના ગુરુકુલના વિદ્યાર્થીઓએ પણ તાલુકા લેવલની ચેસ સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતા થયા હતા. જેમાં અંગ્રેજી માધ્યમના અંડર 11 માં સનાયા શેખ પ્રથમ સ્થાન, દેવ્યાંશી સિંગ દ્વિતીય સ્થાન અંડર 14 માં મનહર મહેતા પ્રથમ સ્થાન, હયા વોહરા દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને ગુજરાતી માધ્યમમાં અંડર ઇલેવનમાં કાર્તિક સોલંકી પ્રથમ સ્થાન અંડર 17માં રુદ્ર પટેલ તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. આમ અંગ્રેજી માધ્યમ તેમજ ગુજરાતી માધ્યમ ના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ 2026-27 અંતર્ગત તાલુકા લેવલની ચેસ સ્પર્ધામાં વિવિધ નંબર પ્રાપ્ત કરી નવરચના ગુરુકુલ શાળાનું નામ રોશન કરેલ છે તે બદલ શાળા પરિવાર આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.