સંતરામપુરમાં ૩૨ જીવિત લોકોના ખોટા મરણના દાખલા રજૂ કરી લોન બંધ કરાવી કલેમની રકમ મેળવી

મહીસાગર જીલ્લાના સંતરામપુરમાં IIFL સમસ્તા ફાઇનાન્સમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. કંપનીમાં ૩૨ જીવિત લોનધારકોના ખોટા મરણના દાખલા રજૂ કરીને તેમની લોન બંધ કરાવી, ક્લેમની રકમ મેળવી લેવાઈ હોવાનો આરોપ છે. આ મામલે આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર પંકજ માલ વિ‚દ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

માહિતી મુજબ, પંકજ માલ પર ૩૨ લોનધારકોના ખોટા મરણના સર્ટિફિકેટ રજૂ કરવાનો આરોપ છે. આ સર્ટિફિકેટના આધારે લોન બંધ કરાવીને ક્લેમની રકમ મેળવી લેવામાં આવી હતી.

IIFL સમસ્તા ફાઇનાન્સની વિજીલન્સ ટીમને આ બાબતની જાણ થતા ગોધરા એરિયા મેનેજરને જાણ કરાઈ હતી. તપાસમાં ૩૨ લોનધારકોના મરણના ખોટા દાખલા રજૂ કરી લોન બંધ કરાવી હોવાનું સામે આવ્યું.

આ પ્રકરણમાં કુલ ‚ા.૧૨,૭૬,૬૧૯ની ઉચાપત થઈ હોવાનો આરોપ છે. IIFLસમસ્તા ફાઇનાન્સ દ્વારા સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે અને પોલીસે તપાસ શ‚ કરી છે.