ગોધરામાં મધ્ય ગુજરાત વીજ ટીમે પશ્ચિમ વિસ્તારમાં ચેકીંગ કરી ૧ કરોડની વીજ ચોરી ઝડપી

ગોધરા શહેરમાં MGVCL વિજીલન્સ ટીમે વીજ ચોરી રોકવા ખાસ ઝુંબેશ ચલાવી. પી. બી. પટેલ અને એ. ડી. ચાવડાના માર્ગદર્શન હેઠળ ૫૫ ટીમોએ દરોડા પાડ્યા. ટીમે કુલ ૧ કરોડ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડી, જેમાં ૯૧ વીજ ગ્રાહકોના જોડાણો માંથી ચોરી પકડાઈ. ચેકિંગ ગોધરાના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં થયું.

ગીદવાની રોડ, ગેની પ્લોટ, ભિલોડીયા પ્લોટ, મક્કી મસ્જિદ વિસ્તાર, સિગ્નલ ફળિયા, ખઅઝ સ્કૂલ નજીક, હમીરપુર રોડ, ચેતન દાસ પ્લોટ, મોહમ્મદી મોહલ્લા, ઇદગાહ મોહલ્લા, વાલી ફળીયા નંબર ૧, ૨, ૩ અને ગુહ્યા મોહલ્લાનો સમાવેશ થાય છે.

વીજ ચોરીમાં ઝડપાયેલા તમામ ૯૧ ગ્રાહકો સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવ્યો છે. MGVCL એ ચેતવણી આપી છે કે, આવી ચેકિંગ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.