ગાંધીનગર ફાયર ઓફિસર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો,એનઓસી રિન્યૂઅલમાં એસીબીનો સપાટો

રાજ્યમાં ફાયર વિભાગ સાથે જોડાયેલો વધુ એક લાંચનો મામલો સામે આવ્યો છે. ગાંધીનગર ફાયર બ્રિગેડમાં ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા રાજેશકુમાર બાબુલાલ પટેલને રૂ.૨૦ હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. ફાયર એનઓસીના રિન્યૂઅલના બદલામાં લાંચની માગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.

મળતી માહિતી મુજબ, ફરિયાદીએ ફાયર એનઓસીના રિન્યૂઅલ માટે ગાંધીનગર ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલે એનઓસી રિન્યૂ કરી આપવા માટે રૂ.૨૦ હજારની લાંચની માગણી કરી હોવાનો આક્ષેપ છે.ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે ભરૂચ એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબીએ સમગ્ર મામલે ટ્રેપ ગોઠવી હતી.

એસીબીના આયોજન મુજબ ગાંધીનગરના સેક્ટર-૧૭ સ્થિત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની કચેરીમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ચીફ ફાયર ઓફિસરની ચેમ્બરમાં જ લાંચની રકમની લેવડદેવડ નક્કી કરવામાં આવી હતી.આ દરમિયાન આરોપી રાજેશકુમાર બાબુલાલ પટેલે ફરિયાદી પાસેથી રૂ.૨૦ હજારની લાંચ સ્વીકારતાં જ છઝ્રમ્ની ટીમે તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ મામલે છઝ્રમ્ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરના આ કેસ સાથે ફાયર વિભાગમાં ભ્રષ્ટાચારના અગાઉના કેસો ફરી ચર્ચામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ફાયર બ્રિગેડ સાથે સંકળાયેલા ૭ અધિકારીઓ એસીબીની કાર્યવાહીનો સામનો કરી ચૂક્યા હોવાની માહિતી સામે આવી છે.આ કેસના લગભગ દોઢ મહિના પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર પણ રૂ.૩૬ હજારની લાંચ લેવાના કેસમાં એસીબીના હાથે ઝડપાયા હતા.

વર્ષ ૨૦૨૨માં પણ ગાંધીનગરમાં ફાયર સેફ્ટી સંબંધિત કામમાં લાંચનો હાઇ-પ્રોફાઇલ કેસ સામે આવ્યો હતો. ગાંધીનગર ગિફ્ટ સિટી સ્થિત રેવા બિલ્ડિંગ અને રાયસણ ખાતેની અંતરીક્ષ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી સંબંધિત કામ માટે પ્લાન મંજૂરી અને પ્રી મેળવવા માટે કરવામાં આવેલી અરજીના બદલામાં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસના ઈન્ચાર્જ ડેપ્યુટી ડાયરેક્ટર મહેશ રવિદાન મોડ એસીબીના ટ્રેપમાં ઝડપાયા હતા.

ફાયર વિભાગના વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ૨૦૨૨માં મહેશ મોડ સામે ફરિયાદ કરનાર વ્યક્તિએ જ આ વખતે રાજેશ પટેલ સામેની ફરિયાદમાં પણ ભૂમિકા ભજવી છે. જાકે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ સંબંધિત સત્તાવાળાઓ તરફથી થવી બાકી છે. તેથી આ બાબતને હાલ માત્ર ચર્ચા અથવા અહેવાલ તરીકે જ જાવી જરૂરી છે.ફાયર એનઓસી જેવી મહત્વની મંજૂરીની પ્રક્રિયા સાથે જાડાયેલા અધિકારી સામે લાંચનો કેસ સામે આવતા ફાયર વિભાગની કામગીરી અને પારદર્શિતા અંગે ફરી સવાલો ઊભા થયા છે.