સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવા મેરા યોગદાન હેઠળ ઝાયડસ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન હેઠળ આયોજીત સેવા મેરા યોગદાન અભિયાન અંતર્ગત દાહોદ ખાતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જેના ભાગ‚પે ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પનું દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને વિધિવત્ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત સૌને રક્તદાનના મહત્વ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ રક્તદાન અને અંગદાન માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

રક્તદાન એ માનવજીવન બચાવવાનું ઉમદા સેવાકાર્ય છે. જ‚રિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ થઈ શકે તે માટે વધુમાં વધુ નાગરિકો સ્વૈચ્છિક રક્તદાન કરે તેવો સંદેશ આ પ્રસંગે આપવામાં આવ્યો હતો.

સાથે જ અંગદાન અંગે જનજાગૃતિ કેળવાય અને જ‚રિયાતમંદોને જીવનદાન મળી શકે તે માટે અંગદાનની પ્રતિજ્ઞા લેવા પણ અપીલ કરવામાં આવી હતી.

આ પ્રસંગે જીલ્લા રક્તપિત અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પના આયોજનમાં આરોગ્ય વિભાગ તથા ઝાયડસ હોસ્પિટલના અધિકારી-કર્મચારીઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.