કાલોલ પોલીસ મથકમાં પરણિતા સાથે દુષ્કૃત્ય આચરનાર આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. આ કેશ જીલ્લા એડી.સેશન્સ જજ હાલોલ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી ૩ આરોપીઓને ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૨૫ હજાણરનો દંડ ફટકારવામાં આવ્યો છે.
કાલોલ તાલુકા પોલીસ મથકે પરણિતા ચાલતી-ચાલતી જઈ રહી હતી. ત્યારે આરોપીઓએ ફરિયાદી બેનનું મોઢું દબાવી નજીક ખેતરમાં લઈ ગયા હતા અને આરોપીઓ હિતેશકુમાર ઉર્ફે દિપો દિપકસિંહ દિલીપસિંહ પરમાર, સુરેન્દ્રસિંહ ઉર્ફે ભયલી ઉર્ફે અજીતસિંહ સીતા ભગત પરમાર, ઉમેશકુમાર ઉર્ફે મકો વીરસિંહ કાળુભાઈ પરમાર (રહે. બાકરોલ, તા. કાલોલ) ભોગ બનનારને મરજી વિદ્ધ દુષ્કૃત્ય આચરી આરોપી ભયલી સતા ભગ પરમાર, ઉમેશ પરમારે પોતાના મોબાઈલ ફોનમાં ભોગ બનનારના ખરાબ ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી હતી. આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તપાસ કરી ચાર્જશીટ પંચમહાલ જીલ્લા એડીશનલ સેશન્સ જજ હાલોલ કોર્ટમાં રજુ કરતા કેશ કોર્ટમાં ચાલી ગયો હતો. સરકારી વકીલ એલ.આર.શેઠ લીધેલ પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખીને ત્રણ આરોપીઓને ૨૦ વર્ષની સખત કેદની સજા અને ા.૨૫,૦૦૦/-નો દંડ ફટકાર્યો હતો.