અમદાવાદના સરખેજમાં ૧૭ વર્ષીય સગીરાના આપઘાત કેસમાં આખરે ફરિયાદ નોંધાઈ

અમદાવાદના સરખેજમાં ૧૭ વર્ષીય સગીરાના આપઘાત કેસમાં ફરિયાદ નોંધાઈ છે. સગીરા ૩૧ ઓગસ્ટે ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આપઘાત પહેલાં સગીરા સાથે સગીર યુવકની મિત્રતાને લઈને બોલાચાલી થઈ હોવાનો આક્ષેપ છે. સગીરની માતા નેહાબેન ગોહિલે સગીરાના ઘરે આવીને ગુસ્સો કર્યો હતો.

નેહાબેન ગોહિલે ૩૦ મિનિટ સુધી ઉગ્ર બોલાચાલી કરી માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ કરાયો છે. માતાએ એવું પણે કહ્યું હતું કે પ્રેમ કરતી હોય તો લટકી જા તેવું કહીને આપઘાત માટે ઉશ્કેરી હતી. માનસિક ત્રાસથી દુષ્પ્રેરાઈ સગીરાએ આપઘાત કર્યો હોવાનો પિતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે.

ઘટનાના સમયે સગીરાના માતા-પિતા બંને નોકરી પર ગયા હતા, જ્યારે દાદા અને સગીરા ઘરે હાજર હતા.સગીરાના પિતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં નેહાબેન ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે ૧૧ જુન ૨૦૨૬ના રોજ આવો જ એક બનાવ બન્યો હતો જેમાં ૨૨ વર્ષના પારસ ગુપ્તા ઉર્ફે માતા પ્રસાદે રવિવારે સાંજે પોતાના રૂમમાં ફાંસી લગાવી લીધી હતી.

લાંબા સમય સુધી તે રૂમમાંથી બહાર ન આવતા તેનો પુત્ર જીગરને બોલાવવા ગયો હતો. અનેકવાર ફોન કરવા છતાં પણ કોઈ જવાબ ન મળતાં તેણે બારીમાંથી ડોકિયું કર્યું. પિતાને અંદર ફાંસીથી લટકતા જાઈને તેણે ચીસો પાડી. માહિતી મળતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દરવાજા તોડી લાશ બહાર કાઢી. તલાશી દરમિયાન તેની પાસેથી છ પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી.