દાહોદ જીલ્લામાં પ્રાથમિક શિક્ષણ દ્વારા કથળતી શિક્ષણ વ્યવસ્થા માટે જવાબદાર કોણ?

દાહોદ જીલ્લામાં કથળતી પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા માટે જવાબદાર કોણ? અધિકારીઓની કાર્યશૈલી કે શિક્ષણમાં થતો રાજકીય ચંચૂપાત? વર્ગખંડો તેમજ શિક્ષકોની ઘટ વચ્ચે દર વર્ષે કરાતા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો કેટલા વ્યાજબી? દાહોદ જીલ્લામાં ધોરણ ૧ થી ૮ની ૧૯૪૫ જેટલી સરકારી શાળાઓ કાર્યરત છે. જેમાં કુલ ૩૩૩૪૯૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. નિયમ મુજબ આ સરકારી શાળાઓમાં કુલ જોઈએ પરંતુ તેની સામે આ શાળઓમાં માત્ર ૯૮૭૯ ધોરણની કુલ સરકારી શાળાઓમાં ૧૩૧૯ શિક્ષકોની ઘટ હોવાથી ભૂલકાઓનું પાયાનું શિક્ષણ જોખમાઈ રહ્યું છે.. જયારે જીલ્લામાં ૯ થી ૧૨ ધોરણની કુલ ૯૫ જેટલી સરકારી શાળાઓ કાર્યરત છે. જેમાં કુલ ૯૦૪૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં પણ ૮૨ શિક્ષકોની ઘટ છે. જીલ્લામાં કુલ ૧૯૫ જેટલી ગ્રાન્ટેડ શાળાઓ કાર્યરત છે જેમાં ૮૯,૫૯૬ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં પણ ૯૧૩ જેટલા શિક્ષકોની ઘટ છે. આમ જોઈએ તો જીલ્લામાં પ્રાથમિક શિક્ષણની કથળી રહેલી વ્યવસ્થા માટે શિક્ષકોની ઘટ જ મહદંશે જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. દાહોદ જીલ્લાની સિંગવડ સરકારી પ્રાથમિક શાળાની વાત કરીએ તો આ શાળા વર્ષ ૨૦૧૨ માં શ‚ થઈ હતી. તે વખતે ગામના એક સાદ્દને પોતાના ઘરની આગળના ભાગે આવેલ તેમનું પોતાનું મકાન વિદ્યાર્થીઓને ભણવા માટેની શાળા માટે આપ્યું હતું આ ૧૪ વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં આ શાળા આજે પણ તે જ ખાનગી માલિકીના મકાનમાં ચાલી રહી છે. આ શાળા માટે હજી સુધી પોતાનું સરકારી બિલ્ડીંગ બનાવવામાં આવ્યું જ નથી તે ખરેખર આશ્ચર્ય ઉપજાવે છે. આ શાળામાં ધોરણ ૧ થી ૫ માં ૩૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને માત્ર બે જ શિક્ષકો આ ૩૮ વિદ્યાર્થીઓને ભણાવે છે. જીલ્લાના વિકાસ પુ‚ષ કહેવાતા દાહોદ જીલ્લાના સાંસદના પોતાના માદરે વતનમાં પણ પ્રાથમિક શિક્ષણ ની સ્થિતિ અત્યંત દયનીય છે. સાંસદના ઘરથી માત્ર બે કિલો મીટર દૂર આવેલ આ સરકારી પ્રાથમિક શાળાની સ્થિતિજ આટલી દયનીય છે, તો સમગ્ર દાહોદ જીલ્લામાં પ્રાથમિક શાળાઓની સ્થિતિ કેવી હશે? તે એક વિચાર માંગતો કોયડો છે. હવે વાત ખંગેલા સરકારી પ્રાથમિક શાળાની કરીએ તો ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતી સરહદે આવેલ છે. આ શાળામાં કુલ ૧૦૭ વિદ્યાર્થીઓ અભ્યાસ નિયમ મુજબ ધોરણ ૮ માટે ૧૭ શિક્ષકો હોવા જોઈએ, તેના બદલે માત્ર ૧૨ શિક્ષકો છે. અને પાંચ શિક્ષકો ની ઘટ છે તેમ જ આ શાળામાં ૧૮ વર્ગખંડો ની જ‚રિયાત સામે ૧૨ વર્ગ ખંડો છે. આમ આ શાળામાં છ વર્ગખંડોની ઘટ હોવાનું જાણવા મળ્યું છે. ? વાત દાહોદ તાલુકાના ઈટાવા સરકારી પ્રાથમિક શાળાની કરીએ તો આ શાળામાં ધોરણ ૧ થી ૮ મા ૭૪૭ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે નિયમ મુજબ આ શાળામાં ૨૧ જેટલા શિક્ષકોની જ‚રિયાત છે તેની સામે માત્ર ૧૪ શિક્ષકો છે. જેથી આ શાળામાં પણ સાત શિક્ષકોની ઘટ બોલે છે. અને તે ઘટને ઘટાડવા ત્રણ વિદ્યાસહાયક ની ભરતી કરવામાં આવી છે. આ શાળામાં ૮ ધોરણ માટે માત્ર ૮ વર્ગખંડ કોમ્પ્યુટર શિક્ષણ પણ ઉપલબ્ધ છે. ઘોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને બેસવા માટે વર્ગખંડ નથી જેથી તેઓને પ્રાઈમરી બિલ્ડિંગમાં બેસાડવામાં આવી રહ્યા છે. આ શાળાના નવા વર્ગખંડ મંજૂર તો થયા છે પરંતુ તેની ટેન્ડર પ્રક્રિયા બાદ જ તે બનશે તેવું જાણવા મળ્યું છે. આ શાળામાં વર્ગખંડની ઘટ ના કારણ શિક્ષણ વ્યવસ્થા કથળતી જોવા મળી રહી છે. હવે વાતકરીએ કોટડા પ્રાથમિક શાળાની તો આ સરકારી પ્રાથમિક શાળાનું મકાન હાલ અત્યંત જર્જરીત હાલતમાં છે. જેને કારણે શાળાના આચાર્યએ ક્લાસ‚મને તાળું મારી શાળાનો સામાન જર્જરિત ‚મમાં જ મૂકી દીધો છે. આ શાળામાં ધોરણ ૧ થી ૮ માં ૩૦૯ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. નિયમ મુજબ આ શાળામાં ૧૦ શિક્ષકો ની જ‚રિયાત તેમા ૭ શિક્ષકો છે. અનેત્રણ શિક્ષકોની ઘટ હોઈ માત્ર સાત શિક્ષકોથી જ શિક્ષણનું કામ ચલાવાઈ રહ્યું છે. આ શાળામાં ધોરણ ૧ થી ૫ ના ૧૮૨ વિદ્યાર્થીઓ માટે માત્ર ૨ વર્ગખંડ છે. આ શાળામાં પણ શિક્ષકો તથા વર્ગખંડોની ઘટને કારણે ભૂલકાંઓનું પાયાનું શિક્ષણ કથળતું જોવા મળી રહ્યું છે..