દિકરીઓએ સ્મશાનમાં પિતાને મુખાગ્નિ આપી સમાજને નવી દિશા આપી

લીમખેડામાં ‚ઢિચુસ્ત પરંપરાઓને ફગાવીને દીકરીઓએ પિતાના અંતિમ સંસ્કાર જાતે સંપન્ન કરી સમાજને પ્રેરણા‚પ સંદેશો આપ્યો.

લીમખેડા ખાતે તાજેતરમાં બનેલી એક હૃદયસ્પર્શી અને સમાજને નવી રાહ ચીંધતી ઘટનામાં ખેમચંદ રામા પ્રજાપતિનું આજરોજ વહેલી સવારે દુ:ખદ અવસાન થયું છે. આ દુ:ખદ પ્રસંગે તેમના પરિવાર અને સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે, પરંતુ આ મુશ્કેલ ઘડીમાં તેમની દીકરીઓએ પરંપરાગત ‚ઢિચુસ્ત માન્યતાઓને ફગાવીને દીકરાની જેમ પિતાની તમામ ફરજો અદા કરી સમાજ સમક્ષ એક અનુકરણીય ઉદાહરણ પૂ‚ં પાડ્યું છે.

ખેમચંદ રામા પ્રજાપતિને સંતાનમાં સાત દીકરીઓ છે, જેમાં ભાવના, ની‚, એટી, શાંતિ, સુબી, રમીલા અને શીતલનો સમાવેશ થાય છે. પિતાના અવસાન બાદ શોકમાં ડૂબેલા આ પરિવારમાં દીકરીઓએ સાહસ અને હૂંફ દાખવીને અંતિમ સંસ્કારની તમામ વિધિઓ જાતે જ સંભાળી હતી. પરિવારની આ દીકરીઓએ સાબિત કરી દીધું કે દીકરા અને દીકરી વચ્ચે કોઈ ભેદ હોતો નથી અને સમય આવ્યે દીકરીઓ પણ પુત્ર સમાન બનીને માતા-પિતાની જવાબદારીઓ ઉત્સાહભેર નિભાવી શકે છે.

અંતિમયાત્રા દરમિયાન ની‚ અને શાંતિએ પિતાની અર્થીને ખાંધ આપી હતી અને સ્મશાનગૃહ સુધી સાથ નિભાવ્યો હતો. આ બંને બહેનોએ સ્મશાને પહોંચીને શાસ્ત્રોક્ત વિધિ સાથે પિતાની અંતિમ વિધિ કરી હતી અને પોતાના હાથે મુખાગ્નિ આપીને પિતાને અશ્રુભીની વિદાય આપી હતી. દીકરીઓ દ્વારા સ્મશાન ભૂમિમાં જઈને પિતાને અગ્નિસંસ્કાર આપવાનું આ પગલું સમાજમાં દીકરીઓ પ્રત્યેની માનસિકતા બદલવા માટે એક પ્રેરણા‚પ દિશા પૂરી પાડે છે.

આ ઉપરાંત, દીકરી ભાવનાએ લગ્ન પછી પણ પોતાના પતિ દિનેશ સાથે પિયરમાં જ રહીને માતા-પિતાની સેવા કરવાનો અતૂટ ધર્મ નિભાવ્યો હતો. લગ્ન જીવનના બંધનમાં બંધાયા પછી પણ પિયરમાં રહીને વૃદ્ધ માતા-પિતાની સતત સેવા-સંભાળ રાખવી એ દીકરીની સમર્પિત ભાવના દર્શાવે છે. પિતાના જીવનકાળ દરમિયાન તેમની પડખે રહીને તેમની હરપળ સંભાળ રાખનાર ભાવનાની સેવા આજે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

લીમખેડાના આ પ્રજાપતિ પરિવારે શોકના માહોલમાં પણ દીકરીઓના સાહસ અને સમર્પણથી એક નવો ઇતિહાસ રચ્યો છે. ‚ઢિચુસ્ત પરંપરાઓને બાજુ પર મૂકીને દીકરીઓએ જે રીતે અંતિમ સંસ્કારની વિધિઓ પૂર્ણ કરી, તેણે સામાજીક સ્તરે દીકરીઓ સક્ષમ હોવાની વાત પર મહોર મારી છે. આ અનોખી ઘટનાથી સમગ્ર પંથકમાં પરિવારના સંસ્કારો અને દીકરીઓની વીરતાની પ્રશંસા થઈ રહી છે.