ઝાલોદના વેલપુરા ગામે મંદિર ફળિયામાં રમાતા શ્રાવણીયા જુગાર પર ઝાલોદ પોલીસનો ઓચિંતો છાપો

રૂપિયા ૩૦,૦૦૦/- ઉપરાંતના મુદ્દા માલ સાથે પાંચ ખેલીયો પકડાયા.

ગઈકાલે મોડી રાતે ઝાલોદ તાલુકાના વેલપુરા ગામે મંદિર ફળિયામાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે રમાતા શ્રાવણીયા જુગાર પર ઝાલોદ પોલીસે ઓચિંતો છાપો મારી રોકડ તેમજ ત્રણ મોબાઈલ મળી ‚પિયા ૩૦ હજાર ઉપરાંતના મુદ્દા માલ સાથે પાંચ ખેલીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધર્યાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર ઝાલોદ તાલુકાના વિલપુરા ગામે મંદિર ફળિયામાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો સ્ટ્રીટ લાઈટના અજવાળે શ્રાવણીયો જુગાર રમતા હોવાની ગુપ્ત બાતમી ઝાલોદ પોલીસને મળી હતી. જે બાતમીને આધારે ઝાલોદ પોલીસની ટીમે ગત રાત્રિના સાડા બાર વાગ્યાથી મોટી રાતના સવા વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન વેલપુરા ગામે મંદિર ફળિયામાં પહોંચી ગઈ હતી અને મંદિર ફળિયામાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટ ત્યાં અજવાળે રમાતા શ્રાવણીયા જુગાર પર ઓચિંતો છાપો મારી પત્તા પાના વડે પૈસાનો હાર જીતનો જુગાર રમી રહેલા વેલપુરા ગામના મંદિર ફળિયામાં રહેતા ગોવિંદભાઈ કડકિયાભાઈ ડામોર, ઝાલોદ તાલુકાના ભાણપુરા ગામના ઝલાઈ માતા ફળિયામાં રહેતા પીન્ટુભાઈ ખુમસિંગભાઈ નીનામા, ઝાલોદ ડુંગળી ફળિયામાં રહેતા વિશાલભાઈ રમણભાઈ અડ, અજયભાઈ સોમસિંગભાઈ અડ, તથા વિશાલભાઈ દેવાભાઈ ભુનાતરને પકડી પાડી તેઓની અંગ ઝડતી લઈ અંગ ઝડતી માંથી ‚પિયા ૧૦,૭૨૦/-ની રોકડ, દાવ પરથી ‚પિયા ૪૫૦૦/-ની રોકડ તેમજ ‚પિયા ૧૫૦૦૦/-ની કુલ કિંમતના મોબાઈલ ફોન નંગ-૩ તથા પત્તાની કેટ નંગ-૧ મળી કુલ ‚પિયા ૩૦, ૨ ૨૦/-નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ પકડાયેલા ઉપરોક્ત પાંચ ખૈલીયો વિ‚દ્ધ જુગારધારા કલમ ૧૨અ મુજબ ગુનો નોંધી પકડાયેલા પાંચે ખેલીઓને જેલના સળિયા પાછળ મોકલી આપ્યા છે.