દે.બારીયા શહેર એમ.જી.વી.સી.એલ.ના નાયબ કાર્યપાલક ઈજનેર તેમના દોઢથી બે વર્ષના ટુંકા સમયમાં શહેરના તમામ વિસ્તારોમાં વિજ પુરવઠો બહાર રહે તેના માટે તેઓ સતત પ્રયાસોમાં મશગુલ રહે છે. વિજ સપ્લાય સતત મળી પણ રહ્યો છે. હાલમાં એક માસ પહેલા વોર્ડ નં.૬ના વિસ્તાર જેવાં કે, કસ્બા, જાનિ ફળીયા, વિજ ટ્રાન્સફોર્મર નવો નાખી સાબિત કરી બતાવ્યું હતું અને ૧૦ વર્ષની સમસ્યા હલ કરી આપી તેનો તમામ શ્રેય સાવંત પટેલને જાય છે. ગયા મંગળવારના દિવસે વિજ પુરવઠો સવારના ૮-૦૦ કલાકે થી ૧૨.૩૦ ક લાક સુધી વિજ પુરવઠો બંધ રહ્યો મેનટનશ માટે તે સમજી શકાય છે. પરંતુ આગલા દિવસે બુધવારે એટલે તા.૧૯/૦૮/૨૦૨૬ના રોજ સવારે ૧૦.૦૦ થી ૨.૩૦ સુધી વિજ પુરવઠો બંધ ચાલુ રહેતા ગ્રાહકોની પરેશાનીમાં મુકાયા હતા. તેના માટે ૬૬ કેવીની કં૫ની સેટકોના કર્મીઓ જવાબદાર છે. તેની તપાસ બને છે. જેટકો ૬૬ કેવીના નાયબ ઈજનેર લીમખેડા ઓફિસે બેસીને બારીયાના પાવર હાઉસનું સંચાલન કરે છે. તેવું ચર્ચાઈ રહ્યું છે. તે કેટલું સાચું છે તેની તપાસ થાય તેવી આશા છે. પાવર હાઉસ જેટકોના કર્મીઓની સોચી સમજી સાજીસ તો કરતા નથી. તેવી શંકા છે ? કેમ કે, આગલા દિવસે મેન્ટનસ કાર્ય થયું હોય અને બીજા દિવસે વિજ ગુલના કથીત ધાંધાીયા કરી કોઈને બદનામ કરવાની સાજીસ કરતા નથી ને તેની ઉચ્ચકક્ષાએ તપાસ થાય વિજ ગ્રાહકો યુનિટ દીઠ સાત-આઠ પીયા આપીને સર્વિસ લે છે તે પ્રમાણે તેમને વીજ પ્રવાહ આપવા માટે બન્ને કં૫નીઓની જવાબદારી છે. જેટકો કં૫ની તેમજ એમ.જી.વી.સી.એલ.ના કર્મીઓમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. કમ્પલેન ફોન પર વાત કરવામાં પણ વારંવાર ફોન કર્યા બાદ પણ ફોન ઉપાડવામાં આવતો નથી અને જો ઉપાડી લે તો તેમને ખબર હોતી નથી કે વીજ સપ્લાય બંધ થયો છે. અહીંથી કોઈ મેન્ટનસ કરવા ગયા છે કે નથી. તેના માટે એક હિલચાલ રજીસ્ટર નિભાવવાની જર છે. કોની બેદરકારી છે તેની ખબર પડી જશે. ઉચ્ચપદના અધિકારીઓ આ બાબતે સંગ્યાન લેશે ખરા ?