છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ગામ ખાતે ચાલતી કે.જી.બી.વી.ના મોડલ પર્સન કર્મચારીએ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા માલ સામાનનુ બિલ વધારાનુ મુકવા માટે દબાણ કરતા કર્મચારીએ તેનો વિરોધ કરતા તેને હોદ્દા પરથી હટાવીને બીજાને ચાર્જ આપવામાં આવ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમાજની દિકરીઓને રહેવા અને જમવાની સુવિધા માટે ગાંધી કસ્તુરબા વિદ્યાલય ચાલે છે. જેમાં છોટાઉદેપુર જિલ્લામાં ૮ જેટલી હોસ્ટલો ચાલે છે. વિદ્યાર્થીનીઓને અભ્યાસ માટે બહાર મોકલવામાં આવે છે. ગાંધી કસ્તુરબા વિદ્યાલયનુ સંચાલન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ચલાવવામાં આવે છે. છોટાઉદેપુર તાલુકાનુ છેવાડાનુ ગામ ઝોઝ છે. ઝોઝ ગામે મોડો પર્સનલ તરીકે ઠકકર મિનીતાબેન ફરજ બજાવે છે. તેઓ ઝોઝ શાળામાં પોતાના ફરજ દરમિયાન વિદ્યાર્થીનીઓ માટે ૧૭૫ વિદ્યાર્થીનીઓની દેખરેખ રાખતા હતા. જેમાં ગાંધી કસ્તુરબા વિદ્યાલયમાં ૨૦૨૬ ના એપ્રિલ મહિનામાં અનાજ-કરિયાણાની ખરીદી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવી હતી. જે જથ્થો હોસ્ટેલમાં આવ્યો હતો. તેના કરતા છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારીએ વધારાનુ બિલ મોકલવામાં આવ્યુ હતુ. જેમાં શિક્ષણ અધિકારી દ્વારા મોકલાવેલ બિલમાં ૧,૫૫,૯૧૫/-નુ ચલણ ઝોઝ ખાતે શાળામાં મોકલવામાં આવ્યુ હતુ. જયારે શાળામાં માલ ૮૪,૨૦૪/-નો આવ્યો હતો. શાળાના કર્મચારીએ મેળવણી કરીને આની રજુઆત લેખિતમાં છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારીને કરી હતી. પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારીએ દબાણ કરતા ચુકવણુ કરાયુ હતુ. પરંતુ શાળાના ઓર્ડર કમ ટીચર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ યોગ્ય વર્તન કરતા નથી અને નોટિસ આપીને નોડલ પર્સનની કામગીરીમાંથી તેઓને હટાવી દેવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લામાં ગાંધી કસ્તુરબા વિદ્યાલયોમાં અંધેર વહીવટ ચાલી રહ્યો છે. તેનો નમુનો બહાર આવ્યો છે. કર્મચારીઓ ખોટા બિલો સામે વાંધો ઉઠાવે છે ત્યારે તેમને હટાવી દેવામાં આવે છે.