શહેરાના સરાડીયા ગામે જુગાર રમતા બે જુગારીયા ઝડપ્યા

શહેરા તાલુકાના સરાડીયા ગામે પગી ફળીયામાં જાહેરમાં પાના-પત્તાનો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી બે જુગારીયાઓને રૂ.૫૧૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

શહેરા તાલુકાના સરાડીયા ગામે પગી ફળીયામાં જાહેરમાં કેટલાક ઈસમો પાના-પત્તાનો જુગાર રમતા હોય તે સ્થળે શહેરા પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન સુરેશભાઈ ગુલાભાઈ પગી, અરવિંદસિંહ જેસીંગભાઈ પગીને ઝડપી પાડયા હતા અને રૂ.૫૧૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બાબતે શહેરા પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.