ગોધરા તાલુકાના વટલાવ ગામે જુગાર રમતા ૩ જુગારીયાઓને વેજલપુર પોલીસે ઝડપ્યો

ગોધરા તાલુકાના વટલાવ ગામે મોટા ફળીયામાં ખુલ્લામાં પાના-પત્તાનો જુગાર રમતા હોય તે સ્થળે વેજલપુર પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ૩ જુગારીયાઓને રૂ.૨૩૪૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

ગોધરા તાલુકાના વટલાવ ગામે મોટા ફળીયામાં ખુલ્લામાં કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમતા હોય તે સ્થળે વેજલપુર પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન કિરણ સુરેશભાઈ જાદવ, રાજેશભાઈ ખાતુભાઈ પરમાર, રવિન્દ્ર ઉદેસિંહ ચૌહાણને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા જુગારીયાઓની અંગઝડતી અને દાવ ઉપર મુકેલ રોકડા રૂ.૨૩૪૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ બાબતે વેજલપુર પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.