ગોધરા પોલીસ હેડ કવાર્ટરમાં રહેતી યુવતિ આરોપીએ માથાના ભાગે તેમજ હાથના ભાગે ધારીયાના ધા ઝીંકી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી

ગોધરા પોલીસ હેડ કવાર્ટર ખાતે સરકારી કવાર્ટરમાં રહેતા ભોગ બનનારને આરોપીએ કોઈ કારણોસર જાનથી મારી નાખવા ઈરાદે અચાનક ધારીયાના બે-ત્રણ ધા માથાના ભાગે માર્યા હતા. બચાવ કરવા જતા ડાબા હાથના હથેળીના ભાગે ધારીયાનો ધા મારતા અંગુઠો કપાઈ ગયો હતો. ગંભીર ઈજાગ્રસ્તને વડોદરા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગોધરા પોલીસ હેડકવાર્ટરમાં રહેતા મીનાબને હરીચન્દ્ર બળવંતસિંહ પરમારને તા.૧૭ ઓગસ્ટ રાત્રીના ૧૦ વાગ્યાના સમયે આરોપી મહિપાલસિંહ કિરણસિંહ ઝાલા (મકવાણા) રહે. વાવડી ખુર્દ, ગોધરા એ મીનાબેનને કોઈ કારણોસર જાનથી મારી નાખવાના ઈરાદે અચાનક ધારીયા વડે માથાના ભાગે બે-ત્રણ ધા મારી દીધેલ હતા. જેથી મીનાબેનએ બચાવ માટે ડાબો હાથ ઉંંચો કરતા હથેળીના ભાગે ધારીયું મારતા અંગુઠો કપાઈને છુટો પડી ગયેલ હતો. ગંભીર ઈજાગ્રસ્ત થયેલ મીનાબેનને સારવાર માટે વડોદરા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે આરોપી મહિપાલસિંહ કિરણસિંહ ઝાલા વિ‚દ્ધ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.