ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકમાં હુમલાના ગુનાના આરોપીની જામીન અરજી નામંજુર

ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે હુમલો અને ચોકી નં.-૪માં તોડફોડ કરી સરકારી દસ્તાવેજોને સળગાવી દેવાના ગુનાના આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજુર કરી હતી.

વર્ષ-૨૦૨૫માં નવરાત્રિ તહેવાર દરમિયાન ઝાકીર અહેમદ ઝભાએ વિવાદીત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે બાબતે કોઈ વિવાદિત વીડિયો વાયરલ નહિ કરવા માટે અને સમજાવવા માટે ગોધરા શહેર બી-ડીવીઝનના ૫ી.આઈ.એ તેને બોલાવ્યો હતો. જે બાદ તેણે બહાર આવી પોલીસ તેને માર મારે છે તેવો ખોટો વીડિયો વાયરલ કરી લોકોને ગેરમાર્ગે દોરતા પોલીસ મથકે એકત્ર થયેલા ટોળાએ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનને બાનમાં લઈ પોલીસ મથકની અંદર તોડફોડ કરી ચોકી નં.-૪માં ભાંગફોડ કરી સરકારી દસ્તાવેજો સળગાવી દેવાયા હતા. જે મામલે ગોધરા શહેર બી-ડીવીઝન પોલીસ મથકે ટોળા સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે કેટલાક તત્વોની ધરપકડ કરી જેલને હવાલે કર્યા હતા. જે ગુનામાં આરોપી ઓવેશ ઉર્ફે જુનેદ મોહંમદ હનીફ દુર્ગાએ મુખ્ય સેશન્સ કોર્ટના જજ સી.કે.ચોૈહાણની કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ રાકેશ ઠાકોરની દલીલોને ધ્યાને લઈ કોર્ટે આરોપીની જામીન અરજી નામંજુર કરી હતી.