બાલાસિનોર તાલુકાની તમામ ગ્રામ પંચાયતોની ગ્રામસભાઓમાં કાયમી કર્મીને બદલે કરાર આધારિત કર્મીને મોકલતા આશ્ર્ચર્ય સર્જાયુ છે. જેથી નાણાંપંચની યોજનાઓથી અજાણ સ્ટાફને કારણે ગ્રામસભાઓ માત્ર ઓૈપચારિકતા બની છે તેવા આક્ષેપો ઉઠ્યા છે. ત્યારે કાયમી કર્મચારીઓને જ આવી મહત્વપુર્ણ ફરજ સોંપવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.
બાલાસિનોર તાલુકાની તમામ ૪૪ ગ્રામ પંચાયતોની ગ્રામસભાઓમાં તાલુકા પંચાયતના કાયમી અને અનુભવી કર્મચારીઓની જગ્યાએ આઉટસોર્સિંગ તથા કોન્ટ્રાકટના અપ્રશિક્ષિત કર્મચારીઓને મોકલવામાં આવતા ગ્રામજનોમાં આશ્ર્ચર્ય ફેલાયુ હતુ. જેથી તાલુકા વિકાસ અધિકારીની કાર્યપદ્ધતિ સામે સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જાગૃત ગ્રામજનોના જણાવ્યા મુજબ ગ્રામસભામાં ૧૫માં અને ૧૬માં નાણાંપંચ હેઠળના વિકાસના કાર્યો, નાણાંકિય આયોજન અને માર્ગદર્શિકા અંગે સચોટ માહિતી આપવી જરી હોય છે. પરંતુ યોજનાઓની સંપુર્ણ અજાણ એવા કોન્ટ્રાકટ આધારિત કર્મચારીઓને મોકલીને માત્ર કાગળ પર જ કામગીરી પુરતી કરવામાં આવી રહી છે. કાયમી અને અનુભવી સ્ટાફ ઉપલબ્ધ હોવા છતાં અપ્રશિક્ષિત કર્મચારીઓને આગળ ધરીને ગ્રામસભાની ગરીમાને ઠેસ પહોંચાડવામાં આવી રહી હોવાનો લોકોનો આક્રોશ છે. આ ધટના પછી બાલાસિનોર તાલુકાના વહીવટી વર્તુળોમાં પણ ચર્ચાઓ શ થઈ છે. લોકોનુ કહેવુ છે કે, વિકાસના નામે જો ગ્રામસભાઓમાં જ ઓૈપચારિકતા અને અણગમતી વ્યવસ્થા ચાલી રહી હોય તો પછી ગ્રામ વિકાસના દાવા માત્ર કાગળ પર જ સિમીત રહી જાય છે. ત્યારે વિકાસના કામોમાં ગેરસમજ અને ઢીલાસ ન આવે તે માટે ભવિષ્યમાં માત્ર અનુભવી અને કાયમી કર્મચારીઓને જ આવી મહત્વપુર્ણ ફરજ સોંપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.