
ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગપે હર ઘર ત્રિરંગા અભિયાન શ કરવામાં આવી રહ્યું છે. તેના અનુસંધાને પંચમહાલ જીલ્લામાં અભિયાનને સફળ બનાવવા માટે જીલ્લા સ્તરની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યશાળામાં અભિયાનને લઈને વિસ્તૃત આયોજન, કાર્યક્રમોની પરેખા તેમજ સંગઠનના કાર્યકરોની જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભાજપના જીલ્લા મહામંત્રી કુલદીપસિંહ સોલંકીએ “હર ઘર ત્રિરંગા અભિયાન અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, જીલ્લાના તમામ વિસ્તારોમાં અભિયાનને વ્યાપક જનસહભાગિતાથી સફળ બનાવવામાં આવશે.
આવતી ૧૫ ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ પૂર્વે યોજાનારા આ અભિયાનમાં ભાજપ સંગઠનના કાર્યકરો, હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સક્રિય રીતે જોડાશે. દરેક ઘરમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી દેશભક્તિની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
જીલ્લા કાર્યશાળામાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ અભિયાનને સફળ બનાવવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.