કાલોલ ખડકી ટોલ નાકા નીલકંઠ પંજાબી હોટલના પાર્કીંગમાં ઉભેલ ક્ધટેનર માંથી રૂ.૯૩.૪૮ લાખનો વિદેશી દારૂ સાથે બે ઈસમોને એલ.સી.બી. પોલીસે ઝડપ્યા

કાલોલ તાલુકાના બેઢીયા ખડકી ટોલનાકા નજીક આવેલ નીલકંઠ પંજાબી હોટલના પાર્કીંગમા શંકાસ્પદ હાલતમાં ઉભેલ ક્ધટેનરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચેકીંગ કર્યું હતું. ચેકીંગ દરમિયાન રોયલ બ્લયુ માલ્ટ વ્હીસ્કીની પેટીઓ નંગ્ર-૯૫૦ કિંમત રૂ.૯૩,૪૮,૦૦૦/-નો દારૂ તેમજ બે મોબાઈલ, ક્ધટેનર મળી કુલ રૂ.૧,૧૩,૭૩,૦૦૦/-ના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા.

કાલોલ તાલુકાના બેઢીયા ખડકી ટોલનાકા તરફ પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચેકીંગમાં હોય દરમિયાન નીલકંઠ પંજાબી હોટલના પાર્કીંગમાં ઉભેલ ક્ધટેનર નંબર એનએલ.૦૧.એએ.૩૬૩૬ શંકાસ્પદ જણાતા એલ.સી.બી. પોલીસ દ્વારા ક્ધટેરનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન ક્ધટેનર માંથી ભારતીય બનાટ વિદેશી દારૂ ભરેલ રોયલ બ્લયુ માલ્ટ વ્હિસ્કી કવાટરીયાની પેટીઓ નંગ-૯૫૦ કિંમત રૂ.૯૩,૪૮,૦૦૦/-નો દારૂ, મોબાઈલ ફોન નંગ-૨ કિંમત રૂ.૨૫,૦૦૦/-અને ક્ધટેનર મળી રૂ.૧,૧૩,૭૩,૦૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો તેમજ આરોપીઓ જોગાામ વીસનારામ સારણ (જાટ) (રહે. રાજીવનગર, રામસર, બાડમેર, રાજસ્થાન), સુનીલ બાબુલાલ સારણ (જાટ) (રહે. માલપુર, ધોરીયા, તા.ગુઢામાલાણી, બાડમેર, રાજસ્થાન)ને ઝડપી લેવામાં આવ્યા હતા. આ બાબતે વેજલપુર પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ વિદેશી દારૂ મંગાવનાર તથા નીતિન ટ્રાન્સપોર્ટ વિ‚દ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.