મહિસાગર એલ.સી.બી.એ અમદાવાદ ચોરી કેસનો ફરાર આરોપીને ઝડપાયો

મહીસાગર જીલ્લા પોલીસને વધુ એક સફળતા મળી છે. અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ કરી તેને આગળની કાર્યવાહી માટે સંબંધિત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે મહીસાગર એલસીબી દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત, એલસીબીના પીઆઇ, એમ. કે. ખાંટના માર્ગદર્શન હેઠળ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાનો ફરાર આરોપી બાબુ મછાર જે વતન તેજાકુઈ, તાલુકો ખાનપુરનો છે અને હાલ સોનેલા ગામે પાલીવાલ ડેરી નજીક હાજર હતો.

આ બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આરોપી બાબુ મછારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપી વિ‚દ્ધ અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે. જેમાં લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૪ના ત્રણ ગુના અને અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૬નો એક ગુનો મળી કુલ ચાર ગુનાઓનો સમાવેશ થાય છે. હાલ પોલીસે આરોપીને વધુ કાર્યવાહી માટે સંબંધિત પોલીસને સોંપવાની પ્રક્રિયા શ‚ કરી છે.