નસવાડીના નોલીયાબરીમાં મહિલાને સાપ કરડતા ૧૦૮ માટે ૩ કિ.મી. ઊંચકીને લઇ જવી પડી

સરકારના વિકાસના દાવાઓ વચ્ચે આજે પણ આદિવાસી વિસ્તારો મૂળભૂત સુવિધાઓથી વંચિત છે.નસવાડી તાલુકાના કુંડા નોલીયાબારી ફળિયામા કાચો રસ્તો ન બનવાના કારણે પશુ ચરાવતી એક મહિલાને સાપ કરડતા ગ્રામજનોને ૩ કિલોમીટર સુધી સ્ટ્રેચર પર ઉંચકીને ૧૦૮ એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવાની ફરજ પડી હતી. કાચા રસ્તાના કારણે ૧૦૮ આવી ન શકી ન હતી.

નોલીયાબારી ફળિયાની એક મહિલા પશુ ચરાવવા ગઈ હતી. તે દરમિયાન તેને સાપે કરડ્યો મહિલાની હાલત ગંભીર બનતા ગ્રામજનોએ તાત્કાલિક ૧૦૮ને ફોન કર્યો હતો. પરંતુ ફળિયા સુધી પાકો રસ્તો ન હોવાથી ૧૦૮ એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકી નહીં અને એમ્બ્યુલન્સ નિશાના ગામે મુખ્ય રોડ પર જ ઉભી રહી હતી.

જેથી લાચાર ગ્રામજનોએ વરસાદના કારણે લપસણા બનેલા કાચા રસ્તે સ્ટ્રેચરમા મહિલાને ઉંચકી મુખ્ય રોડ સુધી પહોંચાડી હતી. ત્યાંથી નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યાંથી ટૂંકી સારવાર આપ્યા બાદ રાજપીપલા સિવિલ હોસ્પિટલમા મહિલા ને વધુ સારવાર માટે લઈ જવાઈ હતી.હાલ મહિલાની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

હાલ તો ગ્રામજનોની એકજ માંગ છે. તત્કાલ રસ્તા ને લગતા ની કામગીરી બાબતે સરકાર ધ્યાન આપી પાકો રસ્તો ઝડપી બનાવો તેવી માંગ ઉઠી છે. નસવાડી દવાખાને ઈન્જેકશન આપી રીફર કરી મહિલા ને સાપ કરડ્યો હોય તેવું કોઈ નિશાન ગ્રામજનો ને કે દવાખાને લાવ્યા બાદ પણ દેખાયું ન હતુ પરંતુ મહિલા ની તબિયત ખરાબ દેખાતા તેને સ્નેક બાઈટ ના ઈન્જેકશન આપી તત્કાલ સિવિલ હોસ્પિટલ રવાના કરાઈ હતી.

ઘર સુધી રસ્તો જ ન હોઇ ૩ કિ.મી ચાલ્યા મહિલાને સાપ કરડ્યા બાદ તેને ઉંચકીને અમો ૩ કિલોમીટર ચાલ્યા હતા. અમા‚ં મન જાણે કેટલું દુ:ખ અમે વેઠી રહ્યા છે.કાચો રસ્તો મંજુર કરાયો છે પણ કાગળ ઉપર કાર્યવાહી થઈ છે. હવે રસ્તો સરકાર ક્યારે બનાવશે ? કોઈ ના જીવ ગયા પછી ? અગાઉ સગર્ભા પ્રસુતાં મહિલાઓ ને ઉંચકી ને લઈ જવાની અનેક ઘટના ઓ બની છે. છતાંય હજુ એજ પરિસ્થિતિ છે.:- માલજીભાઈ, ડુંગરા ભીલ, તાલુકા સદસ્ય પતિ…