શહેરા નાડા રોડ ઉપર વિદ્યાર્થીઓને છકડામાં જોખમી રીતે લટકાવનાર ચાલક સામે પોલીસની કાર્યવાહી

જોકે એસટી વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તાર માંથી શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે વધુ બસોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તે પણ જ‚રી છે.

શહેરા-નાડા રોડ પર વિદ્યાર્થીઓ છકડામાં અત્યંત જોખમી રીતે લટકીને મુસાફરી કરી રહ્યા હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી જવા પામી હતી. વિડિયો વાયરલ થતાં જ સ્થાનિક પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને વાહન ચાલક સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, એસટી વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાંથી શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે વધુ બસોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તે પણ જ‚રી છે.

શહેરા નાડા રોડ પર વિદ્યાર્થીઓ છકડામાં અત્યંત જોખમી રીતે છત પર અને લટકીને મુસાફરી કરી રહ્યા હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેને લઈને પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.વી.સિસારા દ્વારા તાત્કાલિક તપાસના આદેશો આપવામાં આવ્યા હતા.પીઆઈ એચ.વી.સિસારાની ખાસ સૂચનાથી એ.એસ.આઈ. સિદ્ધરાજસિંહ ચૌહાણ અને પોલીસ ટીમ નાડા બાયપાસ રોડ ખાતે પેટ્રોલિંગ અને ખાનગી વાહનો સામે ચેકિંગની કામગીરીમાં હતા. આ દરમિયાન નિયમભંગ કરતો અને વિડિયોમાં દર્શાવેલ નંબર ધરાવતો છકડો ત્યાંથી પસાર થતાં પોલીસે તેને અટકાવ્યો હતો. પોલીસ ટીમે છકડાને તાત્કાલિક કબજે કરી શહેરા પોલીસ સ્ટેશન ખાતે લાવી ડિટેઇન કર્યો હતો. વાહનમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ અને પેસેન્જરોને બેસાડી તેમનો જીવ જોખમમાં મુકવા બદલ વાહન ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા બીએનએસ કલમ ૨૮૧ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે એ.એસ.આઈ. સિદ્ધરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ કે અન્ય મુસાફરોના જીવ જોખમમાં મૂકી ક્ષમતા કરતા વધુ પેસેન્જરો ભરતા ખાનગી વાહનચાલકો સામે આવનારા દિવસોમાં પણ આવી જ કડક ઝુંબેશ ચાલુ રહેશે. વાહન માલિકો અને ચાલકોએ વાહનોમાં વિદ્યાર્થીઓને જોખમી રીતે ન બેસાડવા અપીલ કરવામાં આવી હતી. જ્યારે આ ઘટના બાદ સ્થાનિક ગ્રામીણ વિસ્તારના વાલીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. વાલીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાંથી શાળા-કોલેજ જતાં વિદ્યાર્થીઓ માટે પૂરતી એસ.ટી. બસોની સુવિધા ઉપલબ્ધ નથી. પરિણામે, સમયસર શાળા એ પહોંચવા માટે વિદ્યાર્થીઓએ મજબૂરીવશ ખાનગી વાહનો કે છકડામાં આ રીતે જીવના જોખમે મુસાફરી કરવી પડે છે.વાલીઓ દ્વારા એસ.ટી. નિગમ પાસે ઉગ્ર માંગણી કરવામાં આવી છે કે શાળા શ‚ થવાના અને છૂટવાના સમયે ગ્રામ્ય વિસ્તારો માટે વધારાની એસ.ટી. બસો દોડાવવામાં આવે, જેથી નિર્દોષ વિદ્યાર્થીઓને આવા જોખમી વાહનોનો સહારા ન લેવો પડે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.