શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગ દ્વારા ડૉ. સુરેશભાઈ પટેલનો વિદાય સન્માન સમારંભ યોજાયો.

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ, ગોધરાના ઇતિહાસ વિભાગ દ્વારા  આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજ ગોધરાના ઇતિહાસ વિભાગના  પ્રા. ડૉ. સુરેશભાઈ પટેલની આચાર્ય તરીકે જી. ડી. મોદી આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ, પાલનપુર  ખાતે નિમણૂંક થતા યોજવામાં આવ્યો હતો. કુલપતિ  પ્રો. હરિભાઈ કાતરીયાની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના આર્ટ્સ વિભાગના ડિન ડૉ. પ્રદિપભાઈ જોષી મુખ્ય અથિતિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

 સમારંભ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને સાથી અધ્યાપકોએ ડૉ. સુરેશભાઈ પટેલને તેમના લાંબા અને યશસ્વી શૈક્ષણિક કાર્યકાળ દરમિયાન આપેલા અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું. વિદ્યાર્થીઓમાં ઇતિહાસ વિષય પ્રત્યે રુચિ જગાડવા, સંશોધન ક્ષેત્રે તેમનું માર્ગદર્શન અને તેમના અત્યંત સરળ તથા પ્રેમાળ સ્વભાવની સૌએ મુક્તકંઠે પ્રશંસા કરી હતી.         

શિક્ષણ જગતમાં તેમના સમર્પણને યુનિવર્સિટી અને કૉલેજ માટે ગૌરવરૂપ ગણાવવામાં આવ્યું હતું. કુલપતિ પ્રો. હરિભાઈ કાતરીયા દ્વારા ડૉ. સુરેશભાઈ પટેલનું શાલ ઓઢાડી, શ્રીફળ અને સ્મૃતિભેટ અર્પણ કરીને સન્માનિત કર્યા હતા.

પોતાના પ્રતિભાવમાં ડૉ. સુરેશભાઈ પટેલે ભાવુક થતાં પોતાના શૈક્ષણિક સફરના સંસ્મરણો વાગોળ્યા હતા અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ, આર્ટ્સ વિભાગના ડિન અને ઇતિહાસ વિષયના સાથી મિત્રો તથા વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતોકાર્યક્રમનું સફળ સંચાલન યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના અધ્યાપકો દ્વારા કરવામાં આવ્યું હતું.