ગોધરામાં ધીમીધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી : ખેડૂતોમાં આનંદ

ગોધરા શહેરમાં સાંજના સમયે અચાનક વરસાદ શ‚ થયો હતો. દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ થયેલા આ વરસાદથી શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ વરસાદ ખેતી માટે લાભદાયી સાબિત થશે તેવી આશા સાથે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી.

જોકે, વરસાદ શરૂ થતાં જ ગોધરા શહેરના ચર્ચ સર્કલ વિસ્તારમાં વાહનોની અવરજવર ધીમી પડી હતી. આના કારણે માર્ગ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

હાલ શહેરમાં વરસાદી માહોલ યથાવત્ છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.