અમદાવાદ-ઈન્દોૈર હાઈવે પર કઠલા ગામ નજીક કાળમુખો અકસ્માત સર્જાયો હતોેે. પુરપાટ ઝડપે જતી લકઝુરિયસ કારના ચાલકે કાબુ ગુમાવતા કાર રોડ કિનારે આવેલા પીકઅપ બસ સ્ટેન્ડમાં ધડાકાભેર ધુસી ગઈ હતી. જેમાં દાહોદના એક આશાસ્પદ વણિક યુવાન અને સ્ટેન્ડમાં આરામ કરી રહેલા અજાણ્યા શ્રમિકનુ મોત નીપજયું હતુ.
દાહોદના ગોધરા રોડ સ્થિત પૃષ્ટિનગર સોસાયટીમાં રહેતા વેપારી અંકિતભાઈ જયંતિલાલ ચોકસીનો ૨૫ વર્ષિય પુત્ર ચાર્મિલ મિત્ર સાથે ફરવા જવાનુ કહી પિતાની જીજે-૨૦-એયુ-૫૬૭૮ નંબરની એકસયુવી કાર લઈને નીકળ્યો હતો. મોડીરાતે આશરે સવા બે વાગ્યે પરત ફરતી વખતે કઠલા પાસે કારની પુરપાટ હંકારતા હોવાથી ચાર્મિલે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને કાર બસ સ્ટેન્ડમાં ઉંઘી રહેલા અજાણ્યા શ્રમજીવી પર ફરી વળી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો કચ્ચરધાણ વળી ગયો હતો. અને ચાલક ચાર્મિલ અંદર જ દબાઈ ગયો હતો. ધટનાની જાણ થતાં જ કતવારા પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે ધટના સ્થળે પહોંચી કારનુ પત કાપી લોકોને બહાર કાઢ્યા હતા.અને હોસ્પિટલ ખસેડતા તબીબોએ ચાર્મિલ અને શ્રમિકને મૃત જાહેર કર્યા હતા. જયારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત દ્ર મનીશભાઈ દરજી હાલ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ બાબતે કતવારા પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.