સંજેલી તાલુકાના હિરોળા રંગલી આંગણવાડી કેન્દ્રમાં વીજ જોડાણ નહિ હોવાથી બાળકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં પંખા વિના બેસવા મજબુર બન્યા છે.કેન્દ્રની કાર્યકર બહેન દ્વારા ૧૦ માસ અગાઉ અરજી કરી નાણાં જમાં કરાવ્યા છતાં કેન્દ્રને નવુ વીજ જોડાણ મળ્યુ નથી.
સંજેલી તાલુકા મથકનો દરજજો મળ્યાને ૧૨ વર્ષ જેટલો સમય વિતી ગયો હોવા છતાં પણ સ્થાનિક કક્ષાએ વીજ કચેરી શ કરાઈ નથી. જેના કારણે વીજ સમસ્યાને લગતા સામાન્ય પ્રશ્ર્નના નિકાલ માટે પણ લોકોને ઝાલોદ સુધી જવુ પડે છે. જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે. તાલુકામાં હિરોળા રંગલી ગામની આંગણવાડી કેન્દ્રના નવા મકાન માટે ૧૦ માસ પહેલા કેન્દ્રની કાર્યકર બહેન દ્વારા ઝાલોદ કચેરીએ અરજી કરી જરી નાણાં પણ ભરી દેવામાં આવ્યા હતા. છતાં આજદિન સુધી વીજ કચેરી દ્વારા આંગણવાડીને નવુ જોડાણ અપાયુ નથી. જેને લઈને હાલમાં કાળઝાળ ઉનાળામાં નાના ભુલકાઓ ગરમીમાં પરસેવે રેબઝેબ માહોલમાં બેસવા મજબુર બન્યાછે. જેને લઈને બાળકોના વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.