ગોધરા નગર પાલિકાના વોર્ડ નં.૩,૪, અને ૧૧માં ત્રણ મહિલા ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં ભાજપે પાલિકામાં ખાતું ખોલાવ્યું

ગોધરા નગર પાલિકાની ચુંટણીમાં વોર્ડ નં.૩,૪, અને ૧૧માં ત્રણ બેઠકો પર મહિલા ઉમેદવારોને બિનહરીફ જાહેર થયા છે. આમ, ગોધરા નગર પાલિકામાં ૩ બેઠકો પર ભાજપે પોતાનું ખાતું ખોલ્યું છે.

ગોધરા નગર પાલિકાના વોર્ડ નં.૩,૪, અને ૧૧ માં ભાજપના મહિલા ઉમેદવાર સિવાય અન્ય કોઈ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું ન હતું. પરિણામે ચુંટણી યોજાયા વિના જ ભાજપની મહિલા ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ છે. વોર્ડ નંબર-૪માં ઋચી મનુભાઈ ચૌહાણ, વોર્ડ નં.૧૧માંથી શ્ર્વેતાબેન ધર્મરાજસિંહ પુવાર, વોર્ડ નં.૩ માંથી શ્રુતિબેન યાજ્ઞિકકુમાર બારીયા બિનહરીફ વિજેતા થયા છે. આમ, ગોધરા નગર પાલિકામાં ત્રણ વોર્ડની ૩ મહિલા બેઠકો બિનહરીફે જીત મેળવી પોતાનું ખાતું નગર પાલિકામાં ખોલાયું છે. વોર્ડ નં.૩, ૪ અને ૧૧માં મહિલા ઉમેદવારો સામે વિપક્ષની ગેરહાજરી ભાજપની સ્થિતીને મજબુત થઈ છે.