કાલોલ તાલુકાના બેઢીયા ધુળાજીના મુવાડી ગામે બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેઈડ કરવામાં આવી હતી. રેઈડ દરમિયાન ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૯૮૨ કિંમત રૂ.૨,૫૩,૩૩૦/-, ઈનોવા ગાડી, મોબાઈલ ફોન નંગ-૨, રોકડા રૂ .૮,૦૦૦/- મળી કુલ રૂ.૬,૧૧,૮૩૦/-ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા. આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોૅધાવા પામી છે.
કાલોલ તાલુકાના બેઢીયા ધુળાજીની મુવાડી ગામે ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી વાહનો મારફતે કટીંગ કરી હેરાફેરી કરવામાં આવી રહી છે. તેવી બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેઈડ કરવામાં આવી હતી. રેઈડ દરમિયાન ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ ની નાની-મોટી બોટલો બીયર નંગ-૯૮૨ કિંમત રૂ.૨,૫૩,૩૩૦/-, ઈનોવા ગાડી નંબર જીજે.૦૧.એયુ.૧૭૪૯, મોબાઈલ ફોન નંગ-૨ રૂ .૫૦,૫૦૦/-, રોકડા રૂપીયા ૮,૦૦૦/- મળી કુલ ૬,૧૧,૮૩૦/-ના મુદ્દામાલ સાથે આરોપી લક્ષ્મણભાઇ નારાયણભાઈ સોલંકી (રહે. વચલું ફળીયું, ખરસાલીયા), દિલીપસિંહ ઉર્ફે ગુલ્લો જાલસિંહ ચૌહાણ(બારીયા) (રહે. બેઢીયા,કાલોલ)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે આરોપીઓ અનિરુદ્ધ ઉર્ફે ચકુડો બળવંતસિંહ ચૌહાણ, જયેશ ઉર્ફે અરવિંદભાઈ અર્જુનભાઇ ચૌહાણ, અનિલકુમાર મુકેશભાઈ જશવાણી, ભયલુભાઈ ઉર્ફે પ્રકાશ ગણપતભાઈ પટેલ, જયમલભાઈ પૃથ્વીસિંહ ઠાકોર નાશી છુટીયા હતા. આ બાબતે વેજલપુર પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.