
મહીસાગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જીલ્લા પંચાયતની ૨૮ બેઠકો માટે કુલ ૧૨૩ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જ્યારે ૮ તાલુકા પંચાયતની ૧૫૦ બેઠકો માટે ૬૩૭ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.
તાલુકાવાર ઉમેદવારીની વિગતો જોઈએ તો, લુણાવાડામાં ૨૨ બેઠકો માટે ૬૫ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. કોઠંબામાં ૧૬ બેઠકો માટે ૫૬, કડાણામાં ૨૦ બેઠકો માટે ૧૧૮ અને ખાનપુરમાં ૧૬ બેઠકો માટે ૬૨ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.
આ ઉપરાંત, ગોધરા તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે ૬૪ ઉમેદવારોએ, સંતરામપુરમાં ૨૪ બેઠકો માટે ૧૧૨, બાલાસિનોરમાં ૧૮ બેઠકો માટે ૭૪ અને વિરપુરમાં ૧૮ બેઠકો માટે ૮૬ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ની એક બેઠક માટે યોજાનારી પેટાચૂંટણીમાં પણ ૪ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.