શહેરાના બોરીયા પાસે ગેરકાયદે લાકડા ભરેલ ટ્રકને ફોરેસ્ટ વિભાગે ઝડપી

શહેરા તાલુકામાં વન વિભાગ દ્વારા લાકડાની હેરાફેરી થતી અટકાવવા માટે કાર્યવાહી કરાઇ રહી છે. ત્યારે તાલુકાના બોરીયા પાસેથી ગેરકાયદેસર લાકડા ભરેલી ટ્રક પસાર થવાની માહિતી વિભાગને મળતા વન વિભાગમાં ફરજ બજાવતા બી.બી. ગોહિલ, એ.જી. પણદા, અભેસિંગભાઈ ધામોત અને બાબુભાઈ પરમાર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.

તે દરમ્યાન લીલા તાજા પંચરાઉ લાકડા ભરેલી ટ્રક આવતા તેને ઉભી રખાવીને ચાલક પાસે કાગળો માંગતા મળી ન આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગે લાકડા અને ટ્રક મળીને કુલ રૂા.4.25 લાખનો મુદ્દામાલ કબજે લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.