ગરબાડાના મીનાકયાર ગામે દિકરીના ધરે લગ્નમાં આવેલ વૃદ્ધા પર દિપડાનો હુમલો

ગરબાડા તાલુકાના મીનાકયાર ગામે દિકરીના ધરે લગ્નમાં આવેલી વૃદ્ધા પર દિપડાએ હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ગરબાડા તાલુકાના મીનાકયાર ગામે સવારના સમયમાં દિપડા દ્વારા મહિલા પર હુમલો કર્યો હોવાનો બનાવ બન્યો હતો. જેમાં મંડોર ગામની ૭૦ વર્ષિય વૃદ્ધા કમીબેન તેમની દિકરીના ધરે લગ્નમાં આવ્યા હતા. તે દરમિયાન સવારના સમયે મીનાકયાર ગામે તળાવની પાળે કમીબેન પસાર થઈ રહ્યા હતા. ત્યારે દિપડાએ અચાનક હુમલો કર્યો હતો. જેને પગલે વૃદ્ધાએ બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવતા દિપડો ભાગી ગયો હતો. દિપડાએ અચાનક પાછળથી હુમલો કરતા વૃદ્ધાને ઈજાઓ પહોંચી હતી. ધટનાની જાણ વનવિભાગને કરતા વનવિભાગના કર્મચારીઓ ધટના સ્થળે પહોંચી ગય હતા. અને ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડાઈ હતી.