કાલોલ નગરમાં અંદાજે .૭.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર ભુગર્ભ ગટર યોજનાના ફેઝ-૨ ની કામગીરી કેટલાક વિવાદોને પગલે પાછલા બે મહિનાથી ખોરંભે પડતા નગરજનોને હાલાકી પડી રહી છે.
કાલોલ પાલિકામાં હાલ યુજીડીસી અંતર્ગત ભુગર્ભ ગટર યોજનાની ફેઝ-૨ ની કામગીરી ગત ઓકટો.મહિનાથી ચાલી રહી છે. જેના પ્રથમ તબકકામાં વોર્ડ નં.-૨ના નવાપુરા વિસ્તારના પાછલા રસ્તાની કામગીરી સાથે સ્થાનિક નાગરિકોએ પાલિકાની પ્રાદેશિક કમિશનરની કચેરી સુધી તાંત્રિક પ્રક્રિયાથી બાંધછોડ તેમજ પ્રોજેકટની ગુણવત્તા અને ધારાધોરણ સાથે આચરેલી બેદરકારીના આક્ષેપો સહિત રજુઆત કરતા તેના પગલે એજન્સીએ રજુ કરેલ બિલ અટકી પડતા, એજન્સીએ પણ બિલ નહિ તો કામગીરી નહિં…ની દાદાગીરી સાથે કામગીરી અટકાવી દીધી છે. જેને પગલે છેલ્લા બે મહિનાથી કામગીરી ખોરંભે પડેલી છે. જેને લઈને સ્થાનિક રહિશોને રોજ અવરજવરમાં હાલાકી ભોગવવી પડી રહી છે.