ગોધરામાં કુતરાએ 6 જેટલા લોકોને બચકા ભર્યા.
ગોધરામાં રખડતા શ્વાને 6 જેટલા લોકોને બચકા ભર્યા. પંચમહાલ જીલ્લામાં વીતેલા 24 કલાક દરમિયાન ગોધરા, શહેરા, ઘોઘંબા તાલુકાના ગામોમાં ઝેરી દવા પી જવાના અને નાની બાળકીએ ભૂલ થી ડીઝલ પી જવાના બનાવો બનવા પામ્યા છે.જ્યારે મહીસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકામાં ઝેરી દવા ગટગટાવી જવાના બનાવમાં એક 55 વર્ષીય આધેડનું મોત નિપજ્યું હતુ.આ બનાવો પૈકી ત્રણ લોકો ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. બીજી બાજુ ગોધરા શહેરમાં રખડતા અને હડકાયા શ્વાને ભારે આતંક મચાવતા રોડ ઉપર અવર-જવર કરતા 6 જેટલા રાહદારીઓ અને વાહન ચાલકો ને બચકા ભર્યા હતા.રખડતા શ્વાન ના આંતકના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગોધરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં એક જ દિવસમાં રખડતા અને હડકાયા શ્વાનએ છ જેટલા નિર્દોષ નાગરિકોને બચકા ભર્યા હતા. જે તમામને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ઉપરોક્ત બનાવોના સંદર્ભમાં ગોધરા તાલુકાના બખ્ખર ગામે આવેલા આંબલી ફળિયામાં રહેતા અરવિંદભાઈ બળવંતસિંહ પટેલ ઉં. 25 વર્ષ પોતાના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં હાલ તેઓ સારવાર લઈ રહ્યા છે.જ્યારે શહેરા તાલુકાના બોડીદ્રા ખુર્દ ગામે રહેતા મહેશભાઈ લાલાભાઇ વણકર ને અગમ્ય કારણોસર ઝેરી અસર થતા સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા તથા ઘોઘંબા તાલુકાના મોગદરા મંદિર ફળિયા સીમલીયા ખાતે રહેતી તેજસ્વીબેન નરેશભાઈ બારીયા પોતાના ઘરે રમતા રમતા ડીઝલ પી જતા તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.જ્યાં હાલ તેઓ સારવાર લઇ રહ્યા છે. બીજી બાજુ ચોથા બનાવ સંદર્ભમાં મહીસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકાના દેવ ગામે આવેલા મોટાભાગ ફળિયામાં રહેતા ભરતભાઈ લાલાભાઇ ચૌહાણ પોતાના ખેતરમાં કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તાત્કાલિક બાલાસિનોર સી.આર.સી સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના ડોક્ટરે ગોધરા હોસ્પિટલ ખાતે રીફર કર્યા હતા.જ્યાં સારવાર દરમિયાન ભરતભાઈ ચૌહાણ નું મોત નિપજ્યું હતું..
ગોધરા શહેરમાં રખડતા અને હડકાયા શ્વાને ભારે આતંક મચાવતા પ્રજાજનોમાં ભયનો માહોલ છવાયો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એક જ દિવસમાં હડકાયા શ્વાને 6 જેટલા નિર્દોષ નાગરિકોને બચકાં ભર્યા.ગોધરા શહેરના અલગ અલગ વિસ્તારમાં હડકાયા શ્વાને તરખાટ મચાવ્યો હતો. દિવસ દરમિયાન અલગ-અલગ સમયે કુલ 6 જેટલા લોકોને શ્વાને બચકાં ભરતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે છુપો રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક ધોરણે આવા હડકાયા શ્વાનોને પકડીને યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.