
અનાજ માફિયા મોસીન હવે પરિવાર સાથે રાખી સરકારી અનાજ ઉધરાવતા નજરે પડયો. શું ફરી હપ્તા સીસ્ટમ શરૂ થયા…..?
પંચમહાલ જીલ્લાના તત્કાલીન પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાની ફરજ દરમિયાન સરકારી અનાજના દુકાનોના સંચાલકો ઉપર કાર્યવાહી હાથ ધરી હતી. જેને લઈ સરકારી અનાજનો કાળો બજાર કરતા તત્વો પર લગામ લાગી હતી પરંતુ એચ.ટી.મકવાણાની બદલી થતાં પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં સરકારી અનાજનો જથ્થો ખરીદી કરતા અનાજ માફિયાઓ સક્રિય થયા છે અને સરકારી અનાજ દુકાનોના સંચાલકો પણ અનાજનો જથ્થો બારોબાર અનાજ માફિયાઓને વેચાણ કરી રહ્યા છે. કાલોલ તાલુકાના વેજલપુર ગામે ગોડાઉન માંથી ગોધરાના અનાજ માફિયા દ્વારા વેચાણ કરવામાં આવેલ કરવામાં આવેલ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો પરંતુ જીલ્લા પુરવઠા વિભાગની બેદરકારી કે આંખ મિંચામણાને લઈ સરકારી અનાજનો જથ્થો ખરીદતા અનાજ માફિયાઓ પુન: બેફામ બન્યા છે.
ગોધરાના પશ્ર્ચિમ વિસ્તારના અનેક અનાજ માફિયાઓ સરકારી અનાજ ખરીદી કરી રહ્યા છે. વેજલપુર ગોડાઉનમાં જે સરકારી અનાજનો જથ્થો વેચાણ કરવામાં આવ્યો હતો તે ગોધરા સીગ્નલ ફળીયા મકસુદ ડેરી પાછળ રહેતા મોસીન દ્વાર સરકારી અનાજનો જથ્થો વેજલપુર ખાતે વેચાણ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો હતો. તેમ છતાં કાર્યવાહી ન કરતાં અનાજ માફિયા બેફામ બન્યા છે. સરકારી અનાજના જથ્થો ખરીદી કરતા મોશીન હવે સરકારી અનાજની દુકાનો ઉપર સરકારી અનાજનો જથ્થો ખરીદી કરવા માટે પરિવાર સાથે ખાનગી ગાડીમાં સરકારી અનાજની દુકાન પર પહોંચીને અનાજનો જથ્થો સ્ટોર ઉપર ઉધરાવા નિકળે છે અને દુકાન સંચાલકો સરકારી અનાજનો જથ્થો ગ્રાહકોને નહિ આપી બારોબાર આવા અનાજ માફિયાને આપીને સગેવગે કરી રહ્યા હોય તેવા વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થઈ રહ્યા છે. જ્યારે ગોઘરાના અનાજ માફિયા દ્વારા સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરવામાં આવતો હોય તેવા વિડીયો સોશ્યલ મીડીયામા: વાયરલ થયા બાદ પણ જીલ્લા પુરવઠા તંત્ર આવા અનાજ માફિયા તેમજ સરકારી અનાજનો જથ્થો કાર્ડધારકને નહિ આપી બારોબાર વગે કરતાહોય તેવા સંચાલકો સામે કાર્યવાહી કરશે કે પછી તંત્ર આવા અનાજ માફિયાઓ ઉ5ર રહેમનજર રાખશે તે જોવું રહ્યું.