વડોદરાની પાયોનિયર કોલેજમાં માનસિક ત્રાસના કારણે વિદ્યાર્થીનો આપઘાત, ૨ પ્રોફેસર સામે ફરિયાદ

વડોદરાની જાણીતી પાયોનિયર કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે. કોલેજના બીએએમએસ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી રોહન રાઠોડ દ્વારા ઇમારતના ત્રીજા માળેથી કૂદૃીને આત્મહત્યાનો પ્રયાસ કરાયો હોવાની ગંભીર ઘટના સામે આવી છે, જેને કારણે શૈક્ષણિક જગતમાં િંચતા અને ચર્ચાનો માહોલ સર્જાયો છે.

માહિતી મુજબ, ૧૦મી તારીખે સાંજના સમયે રોહન રાઠોડે કોલેજ બિલ્ડિંગના ત્રીજા માળેથી ઝંપલાવ્યું હતું. ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર માટે વડોદરાથી જુનાગઢ ખસેડવામાં આવ્યો છે. હાલમાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની તબિયત પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ ઘટનાને લઈને પરિવારજનોએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદૃમાં કોલેજના બે પ્રોફેસર કોમલ અને ઋષિકેશ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. પરિવારનો આક્ષેપ છે કે છેલ્લા સાત મહિનાથી વિદ્યાર્થીને જાતિ આધારિત ટિપ્પણીઓ અને માનસિક દબાણનો સામનો કરવો પડી રહૃાો હતો. સાથે જ અભ્યાસ બગાડવાની ધમકીઓ આપવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે.

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોલેજના આચાર્ય વૈદ્ય નીતા મશરૂએ સાત સભ્યોની તપાસ સમિતિ રચી છે. તેમણે જણાવ્યું કે, પરિવાર તરફથી મળેલી જાણકારીના આધારે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવી છે અને સમિતિનો અહેવાલ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.

બીજી તરફ, એસસી એસટી સેલ વડોદરાના એસીપી ચંદ્રિંસહ સોલંકીએ પણ જણાવ્યું છે કે પોલીસ ફરિયાદૃના આધારે પ્રાથમિક તપાસ શરૂ કરી દૃીધી છે અને તમામ પાસાઓની વિગતવાર તપાસ ચાલી રહી છે.

આ સમગ્ર ઘટનાને લઈને શહેરમાં વિવિધ સ્તરે ચર્ચા ચાલી રહી છે. વિદ્યાર્થીઓમાં અસંતોષનો માહોલ જોવા મળી રહૃાો છે, જ્યારે પરિવાર અને પોલીસ તંત્ર વિદ્યાર્થીની હાલત પર સતત નજર રાખી રહૃાા છે.