રાજસ્થાનમાં સરપંચની ચૂંટણી જીતવા ઘાટલોડિયામાં ચોરીસ અમદાવાદમાં બે મોટી ગેંગનો પર્દાફાશ

અમદાવાદ શહેરમાં વધતી જતી ઘરફોડ ચોરીની ઘટનાઓ વચ્ચે અમદાવાદ પોલીસની ઝોન-૧ ન્ઝ્રમ્ (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમને મોટી સફળતા મળી છે. ઘાટલોડિયા અને નવરંગપુરા વિસ્તારમાં થયેલી લાખોની ચોરીના ભેદ ઉકેલાયા છે. નવાઈની વાત એ છે કે, એક ગેંગે અંગે મોટો ખુલાસો થયો છે. જેમાં રાજસ્થાનમાં સરપંચની ચૂંટણી જીતવા માટે ચોરી કરી હતી, જ્યારે બીજી ગેંગ ગોવા-મુંબઈમાં જલસા કરવા માટે ગુનાને અંજામ આપતી હતી.

અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા ઘાટલોડિયાની નિકિતા પાર્ક સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ૩૮ લાખ ‚પિયાના દૃાગીના ચોરી ગયા હતા. આ હાઈ-પ્રોફાઈલ કેસને ઉકેલવા પોલીસે ૨૦૦થી વધુ ઝ્રઝ્ર્ફ કેમેરા ફૂટેજ તપાસ્યા હતા. આખરે ટેકનિકલ સર્વેલન્સની મદૃદૃથી પોલીસે રાજસ્થાનના આરોપી દિનેશ મીણાને ઝડપી પાડ્યો છે.

આરોપી દિનેશના સાગરીત કમલેશનો ભાઈ મુકેશ ઉર્ફે સુનિલ રાજસ્થાનના ડુંગરપુરના કલાસુવા ગામમાં સરપંચની ચૂંટણી લડી રહૃાો હતો. સામે પક્ષના ઉમેદવારને હરાવવા અને ચૂંટણી ખર્ચ કાઢવા માટે આ ટોળકીએ ચોરીનો પ્લાન ઘડ્યો હતો. દિૃનેશ, કમલેશ અને ઈશ્ર્વર રાજસ્થાનથી બાઈક પર અમદાવાદ આવ્યા હતા. બે દિૃવસ સુધી રેકી કર્યા બાદૃ રાત્રિના સમયે વેન્ટિલેશનના ભાગેથી ઘરમાં પ્રવેશી આખી ચોરીને અંજામ આપ્યો હતો.

બીજી તરફ, નવરંગપુરાના નક્ષત્ર એપાર્ટમેન્ટમાં ૯ ફેબ્રુઆરીએ થયેલી ૨૩ લાખની ચોરીમાં પણ પોલીસે સફળતા મેળવી છે. આ કેસમાં પોલીસે ફરહાન પઠાણ, ફરાઝ અંસારી અને એક સગીરની અટકાયત કરી છે. તેમની પાસેથી ૧૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ આરોપીઓ ડિલિવરી બોય બનીને એપાર્ટમેન્ટમાં પ્રવેશતા હતા. પાર્સલ આપવાના બહાને બંધ મકાનોની રેકી કરતા અને ત્યારબાદ તાળા તોડીને ચોરી કરતા હતા. ચોરી કર્યા બાદૃ આ ટોળકી સીધી મુંબઈ કે ગોવા ઉપડી જતી હતી. ત્યાં ચોરીના પૈસાથી એશ-આરામ કર્યા બાદ જ્યારે મામલો શાંત પડે ત્યારે ફરી અમદાવાદ આવી નવો ગુનો આચરતા હતા. નોંધનીય છે કે, ઝોન-૧ એલસીબીએ આ બંને કેસમાં મુદ્દામાલ રિકવર કરવાની સાથે અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ધરપકડથી શહેરના પોશ વિસ્તારોમાં થતી ઘરફોડ ચોરીની ઘટનાઓ પર લગામ આવશે તેવી આશા છે.