સંજેલીના સરોરીમાં છેલ્લા ૩૨ વર્ષથી ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી

સંજેલી તાલુકા સરોરીમાં એક આંગણવાડી કેન્દ્રનુ છેલ્લા ૩/૪ વર્ષથી બાંધકામ અધુ‚ હોવાથી બાળકો લગભગ ૩૨ વર્ષથી ભાડાના મકાનમાં બેસવા મજબુર બન્યા છે. નવીન આંગણવાડીનુ બાંધકામ ગોકળગતિએ ચાલી રહ્યુ છે. અને તેમાં પણ તંત્રની મિલીભગત હોય તેમ રંગરોગાન કરી અને ખંભાતી તાળુ મારી છેલ્લા એક વર્ષથી ફલોરિંગની અધુરી કામગીરીના કારણે હાલ પણ બાળકો ભાડાના મકાનમાં જ બેસી રહ્યા છે. તંત્રની નિષ્કાળજી અને બેદરકારીના કારણે વર્ષો સુધી કોન્ટ્રાકટર દ્વારા કામગીરી પુર્ણ કરાતી નથી. જેના કારણે સરકારના ખોટા ભાડાના પૈસાનો વ્યર્થ થઈ રહ્યો છે. સાથે બાળકોના અભ્યાસ પર પણ મોટી અસર પડી રહી છે. કારણ કે, ભાડાના મકાનમાં બાળકોને યોગ્ય પ્રમાણે ભણતર અને રમત-ગમત સહિતની સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. કાર્યકર પણ છેલ્લા ૩/૪ મહિનાથી ફરજ બજાવતા નથી. જેથી તેડાગર બેન દ્વારા બાળકોને બોલાવી અભ્યાસ અપાઈ રહ્યો છે. સરકાર દ્વારા કરોડોના ખર્ચે બાળકોને ભણવા-રમવા માટે રમકડા મેદાન,બિલ્ડિંગો સહિતની સુવિધાઓ આપતા હોય છે. પરંતુ તંત્રના કેટલાક બેજવાબદાર કર્મચરીઓની આળાશ્રૃતિના કારણે તાલુકાની આંગણવાડી પંચાયત ધર જેવા બાંધકામો અધુરા પડ્યા છે. ત્યારે આવી કામગીરી સામે ઉચ્ચકક્ષાએથી તપાસ કરી અને કાયદેસરના પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.