કાલોલ તાલુકાના અડાદરા ગામે રેતી સ્ટોક સ્થળે ખાનગી વાહનમાં આવેલ ખાણ-ખનિજ વિભાગે રેઈડ કરી મારામારી કરતાં બન્ને પક્ષે સામસામી ફરિયાદ

કાલોલ,

પંચમહાલ જીલ્લા ખાણ ખનિજ વિભાગના અધિકારી કાલોલ તાલુકાના અડાદરા ગામે આવેલ રેતી સ્ટોકઝ સ્થળે હોકી સાથે દબંગાઈ કરી રેતી સ્ટોકઝ ઉપર ઈસમને માથામાં હોકી મારી ધાયલ કર્યા હોવાનો વિડીયો વાયરલ થયો આ બાબતે વેજલપુર પોલીસ મથકે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવા પામી છે.

કાલોલ તાલુકાના અડાદરા ગામે આવેલ રેતી સ્ટોકઝ ઉપર જીલ્લા ખાણ-ખનિજ વિભાગના અધિકારી પ્રાઈવેટ સ્વીફટ કાર નં. જીજે.17.બીએ.5775 લઈને પહોંચ્યા હતા. પ્રાઈવેટ વાહનમાં આવેલ ખાણ-ખનિજ વિભાગના અધિકારી હોકી સાથે રેતી સ્કોટવાળા સ્થળે આવીને દબંગાઈ ઉપર ઉતર્યા હતા અને રેતી સ્ટોકઝ ઉપર એક ઈસમને હોકીનો ફટકો માથાના ભાગે મારી ઈજાઓ પહોંચાડી હતી. તેવો મામલો સામે આવ્યો છે. રેતી સ્ટોકઝના ધાયલ ઈસમ અને ખાણ-ખનિજ વિભાગના અધિકારી રામાની દવાખાનામાં દાખલ થયા છે. અડાદરાગામે રેતી સ્ટોકઝ ઉપર ખાણ-ખનિજ વિભાગના અધિકારી ખાનગી વાહનમાં હોકી સાથે આવીને રેતી સ્ટોકજ ઉપર દબંગાઈ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે ખાણ-ખનિજ વિભાગના અધિકારી સામે સવાલો ઉભા થયા છે. ખાણ-ખનિજ વિભાગની ટીમ ખાનગી વાહનમાં આવીને આવી દબંગાઈ કરવા સામેલ અનેક સવાલો ઉભા થયા છે. હાલ અડાદરા ગામની રેતી સ્ટોક ઉપર ધરેલ મામલામાં બન્ને પક્ષ દ્વારા વજેલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.