
મહીસાગર જિલ્લામાં ચકચારી મચાવનારા ₹123 કરોડના ”નલ સે જલ” કૌભાંડમાં સીઆઈડી (CID) ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. આ કેસમાં તપાસનો ધમધમાટ તેજ કરતા સોશિયલ કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. આ કર્મચારીઓનું મુખ્ય કામ ગ્રામીણ સ્તરે લોકોનો સંપર્ક કરવો અને સરપંચોને યોજનાકીય મદદ કરવાનું હતું.આ કર્મચારીઓ પાસે ખાનપુર, લુણાવાડા, કડાણા અને સંતરામપુર તાલુકાનો ચાર્જ હતો.
મહીસાગર ‘નલ સે જલ’ કૌભાંડ : CID ક્રાઈમે વધુ એક ભાજપ નેતાને દબોચ્યા, મુકેશ શ્રીમાળીની ધરપકડથી ખળભળાટ
નલ સે જલ” યોજના હેઠળ ગ્રામ્ય સ્તરે વ્યાપક ગેરરીતિ આચરવાના કૌભાંડનો સી.આઈ.ડી.દ્રારા અગાઉ 18 આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી હતી. આ વખતે સી આઈ ડી એ એવા કર્મચારીઓ ની ધરપકડ કરી છે.જેનો ઉલ્લેખ ફરિયાદમાં ન હતો.સી આઈ ડી ની તપાસના આ સોશિયલ કર્મચારીઓ એ સરપંચોને વિશ્વાસમાં લઈ અથવા અંધારામાં રાખી, તેમના લેટર પેડ ઉપર ખોટા માહિતી પત્રો ભરી નાણાની માંગણી કરી હોવાનું તપાસમાં બહાર આવતા તેઓની ધરપકડ કરી છે.

નલ સે જલ યોજના અંતર્ગત ગામડાઓમાં પીવાના પાણીની લાઈન અને નળ કનેક્શનના કામોના પતાવટ માટે માંગણી પત્રો ભરવાના થતા હતા. આ કામગીરી માટે નિયુક્ત કરાર આધારિત કર્મચારીઓએ પોતે જ તમામ વિગતો ભરી દીધી હતી અને નિયમોનું ઉલ્લંઘન કરી સરપંચોના કોરા લેટરપેડ નો ઉપયોગ કરીને નાણાની માંગણી કરી હતી.તપાસ દરમિયાન વિવિધ ગામના સરપંચોના નિવેદન લેવાયા હતા.
સરપંચોએ નિવેદન આપ્યું હતું કે, કર્મચારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા દસ્તાવેજોમાં તેમણે માત્ર સહીઓ જ કરી હતી. જ્યારે અંદરની વિગતો કર્મચારીઓ દ્વારા તેમની મરજી મુજબ ભરવામાં આવી હતી. આ નિવેદનો અને ટેકનિકલ પુરાવાઓને આધારે સીઆઈડી ક્રાઈમે ચાર સોશિયલ કર્મચારીઓ ગીરીશકુમાર જયંતિલાલ વાળંદ .જનાર્દન ઈશ્વરભાઈ પટેલ. મહેન્દ્રકુમાર ભાનુભાઈ રાઠોડ. અને નાથાભાઈ લાલાભાઈ ડામોર ની ધરપકડ કરવામાં આવી છે.