કાલોલ તાલુકાના રીછીયા ગામના મેધવાલ પરિવારના પુત્રએ માતા-પિતાની યાત્રાની મનોકામના પૂર્ણ કરી સમાજ અને પરિવારનું ગૌરવ વધાર્યું

કાલોલ તાલુકાના રીંછીયા ગામના રહિશ અરવિંદભાઇ રાજુભાઇ મેધવાલ એ હળાહળ કળયુગમાં પોતાના માતા-પિતાને ૧૧ જયોતિલીંગ ૩ ધામની યાત્રા તેમજ નેપાળના સુપ્રસિદ્ધ મંદિરો યાત્રા કરાવીને આજના સમયમાં શ્રવણ જેવા પુત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડયું છે.

તેમના પિતા રાજુભાઇ શામળાભા માતા ધનીબેન રાજુભાઈ મેધવાળએ તેમની લાંબા સમયની તીર્થ યાત્રાની મનોકામના પૂર્ણ કરી છે અને ૪૫ દિવસની તીર્થયાત્રા પૂર્ણ કરી પરત ફર્યા હતા. ત્યારે તેમના પરિવારજનો, સગાસંબંધી અને ગ્રામજનો તેમજ સમાજ દ્વારા બગી અને ઢોલ-શરણાઈના સુરો સાથે ઉત્સાહ પૂર્વક ભાવભર્યું સ્વાગત કરાયું હતું. આવા ઉત્તમ અને ધાર્મિક કાર્યથી સમગ્ર મેધવાલ સમાજ ખુબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી અને પુત્ર તરીકે માતા-પિતાની ઈચ્છા અનુસાર યાત્રા કરાવીને તેમની મનોકામના પૂર્ણ કરી મેધવાલ સમાજનું ગૌરવ વધાર્યું છે.