
દે.બારીયા શહેરમાં નાગરિક પુરવઠા નિગમનું જુનુ સરકારી અનાજના સંગ્રહ માટે ગોડાઉન આવેલું છે. જેમાં ઉત્તરાયણ પહેલા અને બાદમાં પણ દે.બારીયા તાલુકાના ખેડુત ભાઈને ચોમાસાની સીજનમાં મબલખ ડાંગરનો પાક લીધો હતો. તેના વેચાણ માટે આવતા ખેડુત ભાઈઓ માટે એકમાત્ર સરકારી કેન્દ્ર કાર્યરત કરાતા એક કેન્દ્ર હોવાથી ખેડુતોને લાઈનમાં ટ્રેકટરો ઉભા રાખવામાં આવ્યા હતા. આજે તેમનો વારો આવી જશે કે પછી રાતવાસો વેઠવાનો વારો આવશે ?
પ્રાપ્ત માહિતી અનુસરા સરકારી જુના ગોડાઉનના પાસેથી જુની મામલતદાર ઓફિસના ગેટ સુધી ખેડુતોના ડાંગર ભરેલા ટ્રેકટરો લાઈનમાં પડેલા જોવા મળ્યા હતા. રાજ્ય સરકાર જે પણ ટેકાના ભાવ નકકી કર્યા હશે તે નાણાં ખેડુતોને બે-ચાર દિવસ બાદ તેમના ખાતામાં જમા થશે. તેવું ખેડુતો જણાવી રહ્યા હતા. આખા તાલુકામાં માત્ર એક જ કેન્દ્ર ખોલવામાં આવ્યું છે. જેથી ખેડુતોને લાઈનમાં રાતવાસો વેઠવાનો વારો આવે છે. ખેડુત ભાઈને યુરીયા ખાતર મેળવવા માટે લાઈનમાં પકવેલા અનાજનાા વેચાણ માટે પણ લાઈન અને રાતવાસો રહેવાનો વારો છે. ખેડુતોને ખેડુત પ્રધાન દેશમાં પણ ખર્ચ કરેલા નાણાં મળતા નથી. આપણે જય જવાન, જય કિસાનનો નારો લગાવે છે. પરંતુ આપણા ખેડુતોને જે ભાવ મળવો જોઈએ તે ભાવ મળતા નથી.