સુરતમાં પત્ની શરીર પર ડીઝલ છાંટી સળગી મરી અને નરાધમ પતિ વીડિયો ઉતારતો રહૃાો

શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં એક પરિણીત મહિલાએ આત્મદૃાહનો કર્યા હોવાની હચમચાવતી હ્રદૃયદ્રાવક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ઘરેલુ ઝઘડો, પતિની મારઝુડ અને અપમાનજનક વર્તનના કારણે આ પરિણીત મહિલાએ પોતાના પતિની નજર સામે જ પોતાની જાતને આગ ચાંપી દૃીધી હતી અને એનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે, પત્ની આત્મદૃાહ કરતા અટકાવની જગ્યાએ આ નરાધમ પતી પોતાના ફોનમાં વીડિયો બનાવી રહૃાો હતો. જે વીડિયો હાલ સામે આવતા આખા સુરતમાં ખડભડાટ મચ્યો છે.

વિગતવાર વાત કરીએ તો, સુરતમાં પતિની નજર સામે જ આત્મદૃાહનો આ ભયાનક કિસ્સો ગત ૪ જાન્યુઆરીએ બન્યો હાવો સામે આવ્યું છે. શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં રહેતી પ્રતિમા નામની મહિલાનો તેના પતિ રણજીત શા સાથે ઘરકામ અને બાળકોને લઈને અવારનવાર ઝઘડો થતો હતો. જેને કઈને ગત ૪ જાન્યુઆરીએ આ પ્રતિમાએ પોતાની જાતને ઘરમાં પતિ રણજીત શાની હાજરીમાં જ પોતાની જાતને આગ ચંપી દૃીધી હતી. જેથી ગંભીર રીતે દૃાઝેલી આ મહિલાનું નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દૃરમિયાન મોત નીપજ્યું છે.

બાદૃમાં સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતા જ પોલીસે તપાસનો ધમધમાટ શ‚ કર્યો હતો. ત્યારે ચોંકાવના‚ તથ્ય સામે આવ્યું કે, ઘટનાના દિૃવસે ધાબા પર પડોશીઓએ ઘઉં સૂકવવા મૂક્યા હતા, જે ઘઉં પોતાના બે દૃીકરાઓએ વેરવિખેર કર્યા હોવાની શંકા પતિએ વ્યક્ત કરી હતી. આ બાબતે પતિએ બાળકોને ઠપકો આપ્યો હતો અને ત્યાર બાદૃ પત્ની પ્રતિમા સાથે ઉગ્ર બોલાચાલી શ‚ થઈ હતી.

બાદૃમાં પતિ-પત્નીનો આ ઝઘડો એટલો વકર્યો કે પતિએ પત્નીને શાળાએ જવાનું બંધ કરાવી દૃેવાની ધમકી આપી હતી. આ વાતથી વ્યથિત બનેલી પ્રતિમાએ પતિ સાથે વિરોધ કરતા બંને વચ્ચે ભારે ઝઘડો થયો. આ દૃરમિયાન પતિ રણજીત શા એ ગુસ્સામાં ઘરમાં તેલ પડ્યું છે, મરી જા જેવા શબ્દૃો ઉચ્ચાર્યા હતા. જેથી પતિના આ શબ્દૃો લાગી આવતા તથા સતત મારઝુડથી તૂટેલી પ્રતિમાએ ઘરમાં રાખેલું ડીઝલ પોતાના શરીર પર છાંટી આત્મદૃાહ કરી લીધો હતો.

ચોંકાવનારી વાત તો એ છે કે, આ ભયાનક બનાવ સમયે પતિ રણજીત શા ત્યાં ઘરમાં હાજર હતો, છતાં તેણે પત્નીને આ ગંભીર પગલું ભરતા રોકવાનો જરા પર પ્રયાસ કર્યો નહીં અને હેવાન-રાક્ષકની જેમ આખી ઘટના જોતો રહૃાો અને વીડિયો પણ બનાવતો રહૃાો. આગની જ્વાળાઓમાં ઘેરાયેલી પ્રતિમાને જોઈને પણ પતિએ તેણીને બચાવવાનો કોઈ પ્રયાસ નહોતો કર્યો, તેવા મૃતક પ્રતિમાના પરિવારજનોનો આક્ષેપો છે. આટલું જ નહીં, આ ઘટના બાદૃ પતિએ આ બનાવને અકસ્માત તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે મૃતકના પરિવારજનોને પણ તે દૃાઝી ગઈ છે એવું રટણ ચલાવી ગેરમાર્ગે દૃોરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, પ્રતિમાની હાલત ગંભીર બનતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં દૃસેક દિૃવસની સારવાર બાદૃ હાલ તેણે દૃમ તોડ્યો છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે ઘટનાને અકસ્માત તરીકે ખપાવવાનો પ્રયાસ કરનાર પતિ સામે હવે દૃુષ્પ્રેરણાનો ગુનો નોંધાઈ તપાસ શ‚ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, સમગ્ર મામલે મૃતક પરિણીતા પ્રતિમાના પરિવારજનો પણ મીડિયા સમક્ષ આવ્યા છે. પરિવારજનોના જણાવ્યાનુંસાર, હોસ્પિટલમાં સારવાર લેતા સમયે પ્રતિમાએ અંતિમ ક્ષણોમાં પોતાના ભાઈ પ્રકાશને ફોન કર્યો હતો. તેણીએ ફોન પર સ્પષ્ટ રીતે કહૃાું હતું કે, તેણે જાતે સળગી આત્મહત્યા કરી છે અને આ પાછળ પતિની દૃુષ્પ્રેરણા જવાબદૃાર છે. ત્યારેસ આ ફોન કોલ અને મૃતકના નિવેદૃનથી સમગ્ર ઘટનાએ નવો વળાંક લીધો છે.

હાલ તો, ગત ૪ જાન્યુઆરીથી નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી પ્રતિમાનું અંતે મોત નીપજ્યું છે. ત્યારે મૃતકના ભાઈ દ્વારા આપવામાં આવેલી હકીકત અને પિતાની લેખિત ફરિયાદૃના આધારે ઇચ્છાપોર પોલીસે પતિ રણજીત શા સામે આત્મહત્યા માટે દૃુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે અને પોલીસે ઘટનાસ્થળની તપાસ, મોબાઈલ વીડિયો, હોસ્પિટલ સ્ટાફના નિવેદૃનો અને પાડોશીઓની પૂછપરછ શ‚ કરી છે.

આ મામલે પોલીસનું કહેવું છે કે તમામ પુરાવાના આધારે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર ઘરેલુ િંહસા અને મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્ર્નો ઊભા કર્યા છે. તેવામાં પોલીસે સમગ્ર મામલે પતિ વિરુદ્ધ આપઘા ની દૃુસ્પ્રેરના ગુનો દૃાખલ કરી પતિની ધરપકડ કરી વધુ તપાસ શ‚ કરી છે.