દાહોદ શહેર શહીત જીલ્લામાં ઉતરાણ અને તેના બાદ ચાઈનીઝ દોરી થી ત્રણેક લોકો ઘાયલ થયા છે, તો અંદાજે ૪૮ જેટલા પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા છે અને છ જેટલા કબૂતરોના મોત નિપજયા છે ઈજાગસ્તોને તાત્કાલિક દવાખાને લઈ જવાયા હતા. દાહોદ શહેરમાં ચાઈનીઝ – દોરીના આતંક ના ત્રણ અલગ અલગ કિસ્સાઓ જોવા – મળ્યા છે મંડાવાવ રોડ પર રાજ ટાવર પાસેથી પસાર થતાં ૧૮ વર્ષીય વિશાલભાઈ ના ગળામાં અચાનક ચાઈનીઝ દોરી આવી જતા ગળુ ચિરાઈ જતા રક્તસ્ત્રાવ થતા તેઓ આખા લોહી લુહાણ થઈ ગયા હતા તે જ રીતે ઇન્દોર રોડ પરથી પસાર થતા ૨૯ વર્ષીય અર્જુનભાઈની આંખમાં ચાઈનીઝ દોરી વાગતા ગંભીર ઈજા થઈ
આ ઉપરાંત શહેરમાં એક માસુમ બાળક પણ આ જ જીવલેણ દોરીથી ઘાયલ થયો હતો. ગરબાડાના નાની લછેલી ગામના ભરતભાઈ ૧૪ તારીખે બાઈક પર જઈ રહ્યા હતા. ત્યારે ગળામાં પતંગની દોરી ભરાતા ગંભીર રીતે ઘાયલ થયા હતા તે જ રીતે ઉતરાયણના દિવસે આબાલવૃદ્ધો પતંગ ચગાવીને મજા માણતા હતા. ત્યારે પતંગ પતંગોત્સવમાં અબોલ અને આકાશમાં આઝાદ વિહરતા પક્ષીઓ માટે ઘાતક પુરવાર થયો હતો. કારણ કે, પતંગની દોરીથી ગંભીર રીતે ઘાયલ થતા ૬ કબૂતરના મોત નીપજ્યા હતા. ત્યારે ૪૭ જેટલા પક્ષીઓ ઘાયલ થયા હતા. તેમની સારવાર કરી હાલ તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાં ૪૦ કબુતર, એક મોર, ત્રણ સમડી, એક બગલો, એક ઘુવડ,કાગડો તેમજ અન્ય પક્ષીઓ ઇજા ગ્રસ્ત થયા હતા. મોટાભાગના પક્ષીઓની પાંખો તેમજ ડોક ઉપર ઇજા થતા તેમને ટાંકા લેવા પડ્યા હતા.